________________
શ્રી ચારિત્રવિજયજી મહારાજ
ગામેગામ વિહાર કરી અનેક લોકોને બોધ આપ્યો. કેટલાંય ગામોમાં કુટુંબો વચ્ચે, સંઘના સભ્યો વચ્ચે કે હિન્દુ-મુસલમાન વચ્ચેના વેઝેરને દૂર કરાવી સુલેહસંપ કરાવ્યાં. માળિયા અને બીજાં કેટલાંક રાજ્યોના રાજવીઓને પ્રતિબોધ આપી દારૂ, જુગાર અને માંસાહાર છોડાવ્યાં. કચ્છમાં ઠે૨ ઠે૨ એમનું ઉમળકાભે૨ સ્વાગત થયું. પોતાના સ્થાનકમાર્ગી ગુરુમહારાજ અને દાદાગુરુને મળીને તેઓનું પણ હૃદયપરિવર્તન કરાવ્યું. વ્રજપાળસ્વામીએ કહ્યું કે પોતે હવે પાર્શ્વનાથ ભગવાનનું ત્રિરંગી ચિત્ર રાખ્યું છે અને રોજ એનાં દર્શન કરે છે તથા જે ભક્તો આવે છે તેમને પણ પોતે જિનપ્રતિમાનાં દર્શન કરવાની ભલામણ કરે
છે.
મહારાજશ્રીના પિતાશ્રી ઘેલાશા પણ તેમને મળવા આવ્યા હતા. ઘણાં વર્ષે પુત્રને જોતાં પ્રેમના અને વાત્સલ્યના આવેગને કારણે તેઓ તરત બેભાન થઈ ગયા હતા. મહારાજશ્રીએ એમને સ્વસ્થ કર્યા અને ધર્મારાધના કરવા ઉપદેશ આપ્યો હતો.
૯૧
કચ્છના વિહાર દરમ્યાન એમણે બે શ્રાવકોને દીક્ષા આપી અને એમનાં નામ રાખ્યાં મુનિશ્રી દર્શનવિજયજી અને અને મુનિશ્રી જ્ઞાનવિજયજી. ત્યારપછી કેટલાક સમયે એમણે ત્રીજી એક વ્યક્તિને દીક્ષા આપી હતી અને એમનું નામ રાખ્યું મુનિશ્રી ન્યાયવિજયજી. આ ત્રણે મુનિઓ વિદ્વાન અને શાસ્ત્રના સારા જાણકાર હતા. તેઓ ‘ત્રિપુટી મહારાજ' તરીકે જૈન સમાજમાં અને જૈન સાહિત્યમાં જાણીતા થયા હતા.
એ દિવસોમાં વારંવાર રોગચાળા ફાટી નીકળતા. પ્લેગ, કૉલેરા, ઇન્ફલુએન્ઝા જેવા જીવલેણ રોગો જ્યારે અચાનક ફાટી નીકળતા ત્યારે અનેક લોકો ટપોટપ મૃત્યુ પામતા. શ્રી ચારિત્રવિજયજી મહારાજને સં. ૧૯૭૩માં પાલિતાણામાં ફરીથી પ્લેગની ગાંઠ નીકળી હતી છતાં તેઓ બચી ગયા. પરંતુ વિ. સં. ૧૯૭૪માં કચ્છમાં અંગિયા નામના ગામમાં ચાતુર્માસ હતા, ત્યારે તેઓ ઇન્ફલુએન્ઝામાં પટકાઈ પડ્યા. જ્યારે એમને તાવ આવ્યો ત્યારે વિલાયતી દવા લેવાથી તાવ મટી જશે એવી આશા હતી. પરંતુ એમણે વિલાયતી દવા લેવાની સ્પષ્ટ ના કહી અને પોતાના શિષ્યોને કહ્યું, ‘મારો વખત હવે પૂરો થયો છે. હું ફક્ત આઠ દિવસનો મહેમાન છું.' બરાબર એ જ પ્રમાણે આસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org