SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રભાવક સ્થવિરો યુવક સાથે, સગાઈ કર્યા પછી પરણાવી નહિ. એ ઘટનાને કારણે રતલામ અને માળવાનાં બીજાં નગરોનાં જૈનોએ ચિરોલાવાસીઓનો જ્ઞાતિબહિષ્કાર કર્યો હતો. આ વૈરભાવ ત્રણસો વર્ષ સુધી ચાલ્યો. જ્યારે મહારાજશ્રી એ વિસ્તારમાં વિચારતા હતા ત્યારે સં. ૧૯૬૨માં તેમણે રતલામના સંઘના આગેવાનોને સમજાવીને આ પુરાણી વાતનું કાયમ માટે, ઉત્સવપૂર્વક સમાધાન કરાવી આપ્યું. આજની દૃષ્ટિએ સામાન્ય લાગતી આ બાબત એ જમાનાની દષ્ટિએ ઘણી મહત્ત્વની ઘટના ગણાઈ હતી. ખાચરોદથી વિહાર કરીને મહારાજશ્રી વડનગર (મધ્યપ્રદેશ)માં પધાર્યા. સં. ૧૯૬૩નું ચાતુર્માસ એમણે ત્યાં કર્યું. ત્યાં એમણે દિવાળીના ઉત્સવ દરમિયાન આઠ ઉપવાસ કર્યા. વર્ષોથી તેઓ કઠિન તપશ્ચર્યા કરતા રહ્યા હતા. પરંતુ આ વખતે લગભગ એંસી વર્ષની ઉમરે કરેલી અઠ્ઠાઈ પછી એમની તબિયત બગડી. એમને શ્વાસનો રોગ ચાલુ થયો અને તે વધતો ચાલ્યો. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ વિહાર ચાલુ કર્યો. રતલામ, ધાર, માંડવગઢ વગેરે સ્થળે પધારવા માટે વિનંતીઓ થઈ. પરંતુ બધી પરિસ્થિતિને લક્ષમાં રાખી અન્યત્ર ન જતાં તેઓ રાજગઢ પધાર્યા. આ વિહારમાં મહારાજશ્રીને જિંદગીમાં પહેલી વાર પગમાં કાંટો વાગ્યો અને દર્દ થયું. દીક્ષાના દિવસથી આજ દિવસ સુધી ઉઘાડે પગે હજારો માઈલના વિહાર દરમિયાન તેમને ક્યારેય કાંટો વાગ્યો નહોતો. આ ઘટના અંતિમ અવસરના સંકેતરૂપ બની ગઈ. રાજગઢમાં પધાર્યા પછી મહારાજશ્રીની તબિયત વધુ બગડતી ગઈ. તેમ છતાં વ્યાખ્યાન, પ્રતિક્રમણ આદિ પોતાની ક્રિયાઓ તેઓ સ્વસ્થપણે કરતા રહ્યા હતા. પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને પોતે હવે ગણતરીના દિવસો માટે જ છે એ પ્રમાણે સંઘને સૂચન કરી દીધું હતું. પોતાના શિષ્યોને બધી જવાબદારી વહેંચી આપી હતી. પોતાનો “અભિધાનરાજેન્દ્ર કોશ' છપાવવાની જવાબદારી શ્રી દીપવિજયજી અને શ્રી યતીન્દ્રવિજયજીને સોંપી દીધી હતી. સં. ૧૯૬૩ના પોષ સુદ સાતમને દિવસે મહારાજશ્રીએ પોતે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનમાં સંયમજીવનની મહત્તા સમજાવી અને અંતે સૌની ક્ષમાયાચના કરી, મિચ્છા મિ દુક્કડં કહી પોતે હવે સંલેખના વ્રત ધારણ કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy