________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૭૫
અધ્યાત્મ મહાવીર’, ‘ભજનપદ સંગ્રહ', “શ્રીમદ્ દેવચંદ્ર' (ભા. ૧ અને ૨) વગેરે તેમના અનેક ગ્રંથો સુપ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં એમણે “મહાવીરગીતા” નામનો મૌલિક કાવ્યગ્રંથ લખ્યો છે જે કવિ, લેખક, ચિંતક તરીકેની તેમની વિશિષ્ટ કોટિની પ્રતિભાનો પરિચય કરાવે છે, તેમજ સંસ્કૃત ભાષા ઉપરના એમના પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે.
શ્રી બુદ્ધિસાગર મહારાજે દીક્ષા લીધા પછી પણ વિવિધ ધર્મોના અનેક ગ્રંથોનું વાંચન કર્યું હતું. એમણે દેવચંદ્રસૂરિ-કત “આગમસા૨' ગ્રંથ સો વખત વાંચ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ગીતા છ વખત વાંચી હતી. એક બેઠકે સળંગ છ કલાક બેસી તેઓ તે વાંચી જતા. “આચારાંગસૂત્ર'નું અધ્યયન ત્રણ વાર કર્યું હતું. તેમની એકાગ્રતા અભુત હતી.
તેમનો આખો દિવસ લેખન અને વાંચનમાં પસાર થતો. પેથાપુરમાં ચાતુર્માસ દરમિયાન પોતાનો અંતકાળ નજીક આવ્યો જાણીને પોતાના ૨૦ થી વધુ ગ્રંથો એકસાથે એમણે છાપવા માટે આપી દીધા હતા. એમના સમયમાં ફાઉન્ટન–પેન (તે સમયનો શબ્દ ઈન્ડીપેન)નો વપરાશ ચાલુ થયો હતો, પરંતુ તેમણે પોતે ઈન્ડીપેન ક્યારેય વાપરી ન હતી. ઘણું ખરું પેન્સિલથી લખતા અથવા શાહીના ખડિયામાં બરુનો કિન્નો બોળીને લખતા. જ્યારે લખતા ત્યારે રોજની બારેક જેટલી પેન્સિલો વપરાતી. એમનું લેખનકાર્ય ૨૦ હજાર પાનાંથી વધું થયેલું છે. તેઓ લખવા માટે મેજ વાપરતા નહિ. પરંતુ પોતાના ઘૂંટણ ઉપર કાગળ રાખી ટટ્ટાર બેસી લખતા. તેઓ સાધુજીવનમાં ક્યારેય ભીંતને અઢેલી બેઠા નહોતા. આવી એકાગ્રતાથી ચીવટપૂર્વક તેઓ પોતાનું લેખનકાર્ય કર્યે જતા. તેઓ પોતાની રોજનીશી લખતા અને તેમાં પોતે વિહાર વિશે તથા જે ગ્રંથો વાંચ્યા હોય અથવા જેની જેની સાથે તત્ત્વચર્ચા કરી હોય તેની નોંધ રાખતા.
શ્રી બુદ્ધિસાગર મહારાજે બોરીઆ મહાદેવ (આજોલ અને લોદરા ગામની પાસમાં રહેતા. દક્ષિણી સ્વામી સદાશિવ સરસ્વતી બોરીઆ સ્વામી પાસે હઠયોગ, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ ઈત્યાદિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કલાકો સુધી સમાધિમાં સ્થિર બેસી શકતા. તેમને કેટલીક યોગસિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અલબત્ત તેઓ તેની જાહેરાત કરતા નહિ. પરંતુ કોઈ અધિકારી જિજ્ઞાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org