________________
૭૪
પ્રભાવક સ્થવિરો
એમણે અડધી રાતે જાગીને, પદ્માસન વાળીને ધ્યાન ધર્યા પછી આગાહી કરી હતી કે પાદરા ઉપર કોઈ મોટી આપત્તિ આવી રહી છે. ત્યારપછી થોડા દિવસમાં જ પાદરામાં પ્લેગનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. અનેક માણસો એ ઉપદ્રવમાં મૃત્યુ પામ્યા. ગામ ખાલી થવા લાગ્યું. સંઘની વિનંતીથી ખુદ સુખસાગરજી મહારાજ, શ્રી બુદ્ધિસાગર મહારાજ વગેરે સાધુઓ ચાતુર્માસ દરમિયાન પાદરા છોડી, વડોદરા પધાર્યા અને ત્યાં તેમણે ચાતુર્માસ પૂર્ણ કર્યું હતું.
લેખનશક્તિ સાથે સાથે શ્રી બુદ્ધિસાગર મહારાજની વ્યાખ્યાનની શક્તિ પણ ખીલવા લાગી. શિક્ષક તરીકે બોલવાનો મહાવરો તો હતો જ. તેમને સાંભળવા માટે જેન–અજેન ઘણા શ્રોતાઓ આવતા. બુદ્ધિસાગર મહારાજે પોતાના ગુરુમહારાજ સાથે ત્યારપછી પાદરા, મહેસાણા, માણસા, વીજાપુર, સાણંદ, અમદાવાદ, સુરત, મુંબઈ, પેથાપુર વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. ઉત્તરોત્તર તેમની શક્તિ ઘણી વિકસતી જતી હતી. વિ. સં. ૧૯૬૯માં એમના ગુરુ સુખસાગરજી મહારાજ અમદાવાદમાં ઝવેરીવાડ, આંબલી પોળના ઉપાશ્રયે કાળધર્મ પામ્યા. હવે સમુદાયમાં પોતે સૌથી મોટા રહ્યા હતા. એટલે પેથાપુરમાં ત્યાંના સંઘે વિ. સં. ૧૯૭૦માં એમને આચાર્યની પદવી આપી. તેઓ શ્રી બુદ્ધિસાગરસૂરિ થયા.
બુદ્ધિસાગર મહારાજ એકાવન વર્ષની નાની ઉંમરે વીજાપુરમાં સં. ૧૯૮૧માં કાળધર્મ પામ્યા હતા. દીક્ષાનાં ચોવીસ જેટલાં વર્ષ એમને મળ્યાં. એટલાં વર્ષ દરમિયાન એમણે જે કાર્ય કર્યું તે અજોડ છે. એમના સંપર્કમાં આવેલી કેટલીક વ્યક્તિઓ પાસેથી બુદ્ધિસાગર મહારાજના પ્રભાવશાળી વ્યક્તિત્વની અનેક યાદગાર વાતો જાણવા મળેલી છે.
ચોવીસ વર્ષના દીક્ષાપર્યાયમાં બુદ્ધિસાગર મહારાજે ૧૧૦ કરતાં વધુ ગ્રંથોની રચના કરી, જેમાંથી ૧૦૮ જેટલા ગ્રંથો એમની હયાતી દરમિયાન છપાઈ ગયા હતા. તેઓ પોતે કવિ હતા, સંશોધક હતા, વિવરણકાર હતા, અધ્યાત્મયોગી હતા. “કર્મયોગ', “આનંદઘનજીનાં પદો', “પરમાત્મજ્યોતિ', પરમાત્મદર્શન', “તત્ત્વજ્ઞાન-દીપિકા”, “યોગદીપક', “અધ્યાત્મશાંતિ', પદ્રવ્યવિચાર', “ધ્યાનવિચાર', “તીર્થયાત્રાનું વિમાન', “શિષ્યોપનિષદ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org