________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
૧૨૫
તેઓ ચેત્ર-વૈશાખ પલિતાણામાં રોકાયા. પણ ત્યાં યતિઓનું જોર હતું. એટલે ચાતુર્માસ બીજે કરવું હતું. એ માટે બુટેરાયજી મહારાજે વૃદ્ધિચંદ્રજી મહારાજ તળાજા, મહુવા, ત્રાપજ, ઘોઘા, સાવરકુંડલા વગેરે સ્થળે વિહાર કરીને પછી ભાવનગર આવ્યા. અન્ય ક્ષેત્રો કરતાં ભાવનગરનું ક્ષેત્ર એમને વધુ અનુકૂળ લાગ્યું. મોટું શહેર હતું. જેનોની વસતી સારી હતી. લોકો ધર્માનુરાગી હતા. અલબત્ત યતિ-ગોરજીને વધારે માનનારા હતા. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા પછી શ્રાવકોએ તેમને અને બુટેરાયજી મહારાજને ચાતુર્માસ માટે પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. એટલે સં. ૧૯૧૧નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી સાથે ભાવનગરમાં કર્યું. મૂળચંદજી મહારાજ પાલિતાણામાં યતિ અખેચંદજી પાસે અભ્યાસ કરવા માટે રોકાયા.
ભાવનગરના ચાતુર્માસમાં શ્રાવકો ઉપર તેઓની ઘણી મોટી અસર પડી. તેઓના ચુસ્ત સંયમપાલન અને શાસ્ત્રજ્ઞાન માટે લોકોને બહુ આદર થયો. બુટેરાયજી મહારાજનું વ્યાખ્યાન તો સરસ રહેતું, પણ પછીથી લોકો વૃદ્ધિચંદ્રજી મહારાજને વધુ મળવા આવતા. કુદરતી રીતે એમણે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એમની વાતચીતની અને પ્રકૃતિની સરળતાથી, સાચા વેરાગ્યથી, કરુણાદષ્ટિથી, તર્કયુક્ત રીતે સમજાવવાની શૈલીથી તેમજ મધુર ભાષાથી મળવા આવનારા લોકોનું એમના પ્રત્યેનું આકર્ષણ ઘણું વધી ગયું. એમને પાંચદસ મિનિટ મળવા આવેલા લોકો કલાક સુધી ખસતા નહિ. જ્યારે જુઓ ત્યારે એમની સન્મુખ શ્રાવક-શ્રાવિકાઓ બેઠેલાં જ હોય અને એમના મુખેથી નીકળતી વાણી સાંભળવામાં મગ્ન જ હોય. તેઓ પોતાની શંકાઓનું સમાધાન અને નવું માર્ગદર્શન મેળવતાં જ હોય. વૃદ્ધિચંદ્રજી મહારાજે પ્રથમ ચાતુર્માસમાં જ ભાવનગરના શ્રાવકોને ઘેલું લગાડી દીધું. યતિઓ તરફનો લોકોનો રાગ ઓછો થયો.
ભાવનગરના ચાતુર્માસ પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાછા સિદ્ધાચલની યાત્રા કરવા અને ગુરુમહારાજ સાથે રહેવા પાલિતાણા ગયા. ત્યારપછી બુટેરાયજી મહારાજે તથા મૂલચંદજી મહારાજે પાલિતાણાથી અમદાવાદ તરફ વિહાર કર્યો અને વૃદ્ધિચંદ્રજી તથા પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org