________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૪૫
ગુજરાનવાલામાં કાળધર્મ પામ્યા. એ વખતે મુનિ વલ્લભવિજયજીએ એ ચોમાસું ગુજરાનવાલામાં કર્યું. તે સમયે પોતાના ગુરુ આત્મારામજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા રૂપે તેમણે નીચે પ્રમાણે પાંચ સંકલ્પ કર્યા હતાઃ
(૧) આત્મારામજી મહારાજના નામથી “આત્મસંવત’ ચાલુ કરવો અને સંક્રાતિના દિવસે આત્મસંવતની પણ જાહેરાત કરવી.
(૨) આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારના સ્થળે ગુજરાનવાલામાં સમાધિમંદિર બનાવવું.
(૩) પંજાબમાં “આત્માનંદ જેન સભા'ની સ્થાપના કરવી. (૪) આત્મારામજી મહારાજનું નામ જોડીને એક સામયિક પ્રગટ કરવું.
મુનિશ્રી વલ્લભવિજયે યુવાન વયે કરેલા પોતાના આ સંકલ્પો પાર પાડ્યા. આત્મસંવત ચાલુ થયો. ગુજરાનવાલામાં સમાધિમંદિર બન્યું. આત્માનંદ જૈન સભાની સ્થાપના માત્ર પંજાબમાં જ નહિ, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મુંબઈમાં પણ થઈ. સ્થળે સ્થળે પાઠશાળાઓ અને શાળાઓ પણ થઈ. અંબાલામાં વિ. સં. ૧૯૮૪માં શ્રી આત્માનંદ જૈન કૉલેજની સ્થાપના પણ થઈ અને આત્માનંદ જૈન મહાસભા, પંજાબ તરફથી ‘વિજયાનંદ' નામે માસિક પણ પ્રગટ થયું જે આજ સુધી ચાલુ છે.
શ્રી આત્મારામજી મહારાજના કાળધર્મ પછી મુનિશ્રી વલ્લભવિજયજીની સમર્થ શાસ્ત્રજ્ઞાતા અને વ્યાખ્યાતા તરીકે ખ્યાતિ વધતી ગઈ. એમના હાથે દીક્ષાઓ પણ અપાઈ. એમના શિષ્યોમાં શ્રી લલિતવિજયજી નામના એક શિષ્ય બહુ તેજસ્વી હતા અને એમણે શ્રી વલ્લભવિજયજીનું ઘણું કામ ઉપાડી લીધું હતું. વિ. સં. ૧૯૫૩માં શ્રી વલ્લભવિજયજીએ આત્મારામજી મહારાજનું જીવનચરિત્ર લખ્યું. ત્યારપછી એમની લેખનપ્રવૃત્તિ પણ વધવા લાગી. “વિશેષ નિર્ણય” અને “ભીમજ્ઞાનત્રિશિકા' નામના ગ્રંથો પણ ત્યારપછી એમણે તૈયાર કર્યા.
વળી શ્રી વલ્લભવિજયજીએ પોતાનું જીવનકાર્ય પણ વિચારી લીધું હતું. એમણે કહેલું કે મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો છે : (૧) આત્મ-સંન્યાસ, (૨) જ્ઞાનપ્રચાર અને (૩) શ્રાવક-શ્રાવિકાઓનો ઉત્કર્ષ. સમાજના ઉત્કર્ષ માટે એમણે સેવા, સ્વાવલંબન, સંગઠન, શિક્ષણ અને સાહિત્ય એ પાંચ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org