________________
४४
પ્રભાવક સ્થવિરો
મંદિરો સ્થાપવાની પ્રેરણા મુનિ વલ્લભવિજયે પોતાના એ સદ્ગુરુ પાસેથી મેળવી હતી. આત્મારામજી મહારાજના કાળધર્મ પછી મુનિ વલ્લભવિજયને સં. ૧૯૮૧માં લાહોરમાં આચાર્યની પદવી અપાઈ હતી. આત્મારામજી મહારાજના સમુદાયના આચાર્ય વિજયકમલસૂરિ, પ્રવર્તક કાંતિવિજયજી, હંસવિજયજી વગેરેના સહવાસથી વલ્લભવિજય મહારાજની પ્રતિભા વધુ ઘડાઈ હતી.
મુનિ વલ્લભવિજયજીની પોતાના ગુરુ આત્મારામજી મહારાજ પ્રત્યેની આસ્થા અને ભક્તિ અનન્ય હતી. તેમણે પોતાના જીવનના સર્વસ્વ તરીકે . ગુરુમહારાજશ્રી આત્મારામજીને માન્યા હતા. આ અંગે ગુજરાનવાલામાં બનેલો એક પ્રસંગ નોંદવા જેવો છે.
શ્રી આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા તે વખતે કેટલાક વિઘ્નસંતોષીઓએ તેનાં કારણો વિશે શંકા દર્શાવી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ-અધિકારીએ તપાસ હાથ ધરીને મુનિ વલ્લભવિજયજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એ સમયે એમણે પૂરી સ્વસ્થતાથી જે લાક્ષણિક અને માર્મિક જવાબો આપ્યા એથી પોલીસને સંતોષ થયો હતો કે આત્મારામજી મહારાજના કાળધર્મ વિશે શંકા કરવાનું કોઈ કારણ નથી.
પોલીસ-અધિકારી અને મુનિશ્રી વલ્લભવિજયજી વચ્ચે આરંભમાં જે સવાલ-જવાબ થયા તે આ પ્રમાણે હતાઃ
પોલીસ-અધિકારીએ પૂછ્યું: “તમારું નામ શું ?' “વલ્લભવિજય.” તમારા પિતાનું નામ ?' “આત્મારામજી મહારાજ.' ‘માતાનું નામ ?” આત્મારામજી મહારાજ.” આ તમે શું કહો છો ?'
હું બરાબર જ કહું છું. મારા માટે આત્મારામજી મહારાજ માતા, પિતા, ગુરુદેવ જે કંઈ કહો તે સર્વસ્વ હતા.”
વિ. સં. ૧૯૫૨માં વિજયાનંદસૂરિ-આત્મારામજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org