________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૭૧
કરતાં બહેચરદાસને કહ્યું હતું કે આગળ જતાં તું દીક્ષા લેશે અને અમારા સમુદાયમાં તું મોટું નામ કાઢશે. બહેચરદાસને એમણે નીચે પ્રમાણે કેટલીક મહત્ત્વની શિખામણો પણ આપી હતી :
(૧) ભણતર આત્માને તારવા માટે છે. ચૌદ પૂર્વના ધારક મુનિઓ પણ પ્રમાદથી પતિત થયા છે. માટે ભણીગણીને રાગદ્વેષ ન થાય એ જ ધ્યાનમાં રાખવાનું છે.
(૨) ભણ્યા-ગણ્યાનો અહંકાર ન કરવો. (૩) દરેકની સાથે કારણ પશ્ય જરૂર પૂરતું જ બોલવું.
(૪) ઘણા સાધુઓના સમાગમમાં વિવેક ને વિનયપૂર્વક ભલે આવવું, પણ એકબીજાએ કરેલી વાતો મનમાં રાખવી. સાધુઓની પાસે ખાનગીમાં બહુ બેસવું નહિ.
(૫) કોઇ પણ મનુષ્ય માટે એકદમ સારો કે એકદમ ખોટો અભિપ્રાય બાંધી દેવો નહિ.
(૬) પોતાના અભ્યાસમાં ચિત્ત રાખવું.
(૭) કોઇના ઘરે જમવા જવું ત્યાં સ્ત્રીવર્ગ સામે જોવું નહિ, જમ્યા બદ તરત ઉપાશ્રયમાં ચાલ્યા આવવું.
(૮) દરરોજ નવ વાગે મને ‘નવસ્મમણ' સંભળાવવાં, કારણ કે તને શુદ્ધ રીતે બોલતાં આવડે છે.
શ્રી રવિસાગરજી મહારાજના કાળધર્મથી બહેચરદાસે જાણે શિરછત્ર ગુમાવ્યા જેટલું દુઃખ અનુભવ્યું. તેઓ તેમની પાસે હૃદય ખોલીને વાત કરી શકતા અને તેમની પાસેથી નિઃસ્વાર્થ, સાચું માર્ગદર્શન વાત્સલ્યપૂર્વક મળી શકતું.
શ્રી રવિસાગરજીના કાળધર્મ પછી બહેચરદાસ અને તેમના એક મિત્ર મોહનલાલે ડાભલા નામના ગામે સન્મિત્ર' પૂ. કર્ખરવિજયજી પાસે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી.
વિ. સં. ૧૯૫૬માં ભયંકર દુકાળ પડ્યો. છપ્પનિયા દુકાળ તરીકે તે જાણીતો થયો. એ અરસામાં બહેચરદાસ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે શેઠ નાથુભાઇનો પત્ર મળ્યો. તેમાં જણાવ્યું હતું કે બહેચરદાસનાં માતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org