SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રભાવક સ્થવિરો પિતા બંને પાંચેક દિવસના અંતરે અવસાન પામ્યાં છે. બહેચરદાસ તરત વીજાપુર આવ્યા. માતા-પિતાની ઉત્તરક્રિયા કરી. એ નિમિત્તે માનેલી શત્રુંજયની તીર્થયાત્રા પણ તેઓ કરી આવ્યા. વૈરાગ્ય તરફ એમનું મન વધતું જતું હતું. વિ. સં. ૧૯૫૭માં એમણે રવિસાગરજીના શિષ્ય સુખસાગરજી મહારાજ પાસે જઈ પાલનપુરમાં ૨૭ વર્ષની યુવાન વયે દીક્ષા અંગીકાર કરી. બહેચરદાસ પટેલ હવે મુનિ બુદ્ધિસાગર બન્યા. મુનિ તરીકે આજીવન ખાદી પહેરવાનો તેમણે નિયમ લીધો. મુનિજીવનનું તેઓ ચુસ્તપણે પાલન કરવા લાગ્યા. પોતાની ઊંચી પડછંદ કાયાને અનુરૂપ જાડો વજનદાર દાંડો તેઓ હાથમાં રાખતા. તેઓ પોતાની બ્રહ્મચર્યની સાધના નવ વાડ સાથે નિષ્ઠાપૂર્વક કરતા. સ્ત્રી સામે દૃષ્ટિ કરતા નહિ. વ્યાખ્યાન સિવાય સ્ત્રીઓ પોતાના સંપર્કમાં આવે નહિ તે માટે સંઘોને કડક સૂચના આપતા. બુદ્ધિસાગર મહારાજ અત્યંત તેજવી, શ્રદ્ધાવાન અને વિદ્યાવ્યાસંગી હતા. એમણે ઝડપથી શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. જૈન અને અન્ય ધર્મના અનેક ગ્રંથો તેઓ વાંચવા લાગ્યા. બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કર્મગ્રંથ, તર્કસંગ્રહ, સૂયગડાંગ સૂત્ર, પ્રકરણ રત્નાકર, જૈન કથારત્ન કોશ, યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજીની ચોવીસીઓ, શ્રી આત્મારામજી મહારાજના ગ્રંથો વગેરે ઉપરાંત અન્ય દર્શનોના ગ્રંથોમાં શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત, તુલસીકૃત રામાયણ, શિક્ષાપત્રી વગેરે અનેક ગ્રંથો વાંચી લીધા હતા. રોજનાં પાંચસો જેટલાં પાનાં તેઓ વાંચી લેતા. એમની ગ્રહણશક્તિ ઘણી સારી હતી. આવા અનેક ગ્રંથોના વાંચનથી એમની તર્કશક્તિ, તારતમ્યશક્તિ વિશેષ ખીલવા લાગી હતી. દીક્ષા પછી પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૭માં સુરતમાં થયું. એ સમયે જૈન સાધુમાંથી ખ્રિસ્તી બની ગયેલા જયમલ્લ નામના એક ભાઈ ખ્રિસ્તી ધર્મનો બહુ પ્રચાર કરવા લાગ્યા હતા. ત્યારે તેની એકેએક દલીલોનો તર્કયુક્ત શાસ્ત્રીય ઉત્તર આપતો “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો' નામનો ગ્રંથ બુદ્ધિસાગરજી મહારાજે લખ્યો. એમના એ પ્રથમ ગ્રંથથી લેખક તરીકેની, વિચારક તરીકેની અને શાસ્ત્રજ્ઞ તરીકેની તેમની ઊંચી શક્તિનો પરિચય બધાને થયો. આ રીતે યુવાન સાધુ બુદ્ધિસાગરનો પ્રભાવ અનેક લોકો ઉપર પડવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy