________________
શ્રી બુટેરાયજી મહારાજ
પણ ગુરુમહારાજ સાથે બિકાનેર પધાર્યા. પ્રેમચંદજી મહારાજ ચાતુર્માસ માટે નાગોરમાં જ રોકાયા. મૂલચંદજી મહારાજ વિહાર કરતા કરતા પાલિતાણા પહોંચી ગયા અને તેમણે ચાતુર્માસ પાલિતાણામાં કર્યું.
વિ. સં. ૧૯૧૦નું ચાતુર્માસ આ રીતે બુટેરાયજી મહારાજે પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજીની સાથે બિકાનેરમાં કર્યું. ત્યાં ઓસવાલ જૈનોનાં ૨૭૦૦ જેટલાં ઘર હતાં. બુટેરાયજી મહારાજની વાણીથી તેઓમાં સારી ધર્મજાગૃતિ આવી ગઈ. બિકાનેરના ખરતરગચ્છના યતિઓને પણ બુટેરાયજી મહારાજ પ્રત્યે આદરભાવ થયો. તેઓએ પણ પોતાની પૌષધશાળામાં સ્થિરતા કરવા માટે તેમને વિનંતી કરી.
બિકાનેરથી બુટેરાયજી મહારાજની ભાવના શત્રુંજયની યાત્રા કરવાની હતી. પરંતુ અજમે૨ના સંઘનો પત્ર આવ્યો કે હુંઢિયાના પૂજ્ય રતનચંદજી રીખ આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ ક૨વા ઇચ્છે છે. આ પત્ર મળતાં બુટેરાયજી મહારાજે ગુજરાત તરફ પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજી સાથે વિહાર કર્યો. શાસ્ત્રાર્થ કરવા માટે તેઓ ઈચ્છતા હતા, કારણ કે એ વિષયમાં એમનો અભ્યાસ હવે ઘણો ઊંડો થયો હતો. તેઓ અજમે૨ તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જાણવા મળ્યું કે મુનિ રતનચંદજીએ તેરાપંથીના મતનું ખંડન કરતી વખતે એક પ્રત લખી છે. એની તપાસ કરાવીને બુટેરાયજી મહારાજે એ પ્રત મેળવી લીધી. એ વાંચતાં જ તેમને લાગ્યું કે મુનિ રતનચંદજીનાં પોતાનાં જ વાક્યો વડે મૂર્તિપૂજા સાબિત થઈ શકે એમ છે.
વિહાર કરતાં કરતાં તેઓ પોતાના શિષ્ય સાથે અજમેર પહોંચ્યા. પરંતુ ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે મુનિ રતનચંદજી અજમેરથી ચૂપચાપ વિહાર કરીને બીજે ચાલ્યા ગયા છે. બુટેરાયજી સાથે મૂર્તિપૂજા વિશે પોતે શાસ્ત્રાર્થ નહિ કરી શકે અને ક૨શે તો પરાજિત થશે એવો ડર એમને લાગ્યો હતો.
૧૧૧
બુટેરાયજી મહારાજ જે હેતુથી અજમેર પધાર્યા તે હેતુ હવે રહ્યો નહિ. પરંતુ અજમે૨ પધારવાના કારણે એક વિશેષ લાભ થયો. અજમે૨થી એ વખતે એક સંઘ કેસરિયાજીની જાત્રા માટે જઈ રહ્યો હતો. જૈનોના ઘરબાર વગરના પ્રદેશોમાં એકલા વિહાર કરવા કરતાં સંઘ સાથે વિહાર કરવામાં મુનિમહારાજોને સૂઝતા આહાર વગેરેની અનુકૂળતા રહે છે. બુટેરાયજી મહારાજ એ રીતે સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org