________________
શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
૫૮૭
જિન પ્રતિમાઓની બોલી બોલવાનો કાર્યક્રમ હતો. એટલે એ દિવસે સભામાં પાંચ-છ કલાક સુધી તેઓ સ્વસ્થતાપૂર્વક બેઠાં અને કાર્યક્રમ દરમ્યાન પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની સભા હતી. તેમાં પણ લગભગ અઢી કલાક તેઓ સ્વસ્થતાપૂર્વક બેઠાં હતાં અને દોરવણી આપતાં રહ્યાં હતાં. એ પ્રસંગે શરીરની અંદર અસહ્ય પીડા છતાં પ્રસન્ન અને સસ્મિત વદને બધી કાર્યવાહીમાં એમણે ભાગ લેતાં અમે જોયાં ત્યારે એમની આ આત્મિક શક્તિની સવિશેષ પ્રતીતિ થઈ હતી.
- પૂજ્ય મૃગાવતીજીના કાળધર્મના આગલા દિવસે ૧૭મી જુલાઈએ અત્યંત ગંભીર બીમારીના, અંતિમ ઘડીના સમાચાર ઠેર ઠેર પ્રસરી ગયા. સેંકડો માણસો દિલ્હી પહોંચી ગયા. મારા મિત્ર શૈલેશભાઈ કોઠારી પણ વિમાનમાં દિલ્હી પહોંચી ગયા. હું સંજોગવશાત્ ન જઈ શક્યો. મૃગાવતીજી તદ્દન અશક્ત થઈ ગયાં હતાં, પરંતુ વાતચીત કરી શકતાં હતાં. શૈલેષભાઈને જોતાં જ એમણે પ્રશ્ન કર્યો, “પ્રોફેસર રમણભાઈ નથી આવ્યા?” શૈલેશભાઈએ મુંબઈ પાછા આવીને જ્યારે આ વાત મને કરી ત્યારે પૂજ્ય મૃગાવતીજીએ અંતિમ ઘડીએ પણ મને યાદ કર્યો એથી ધન્યતા અનુભવી.
પૂજ્ય મૃગાવતીજીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર વલ્લભ સ્મારકમાં થયો એમાં પણ કોઈ દેવી સંકેત હશે! એ પ્રસંગે એમની સ્મૃતિ માટે લાખો રૂપિયાનું ફંડ થોડા કલાકમાં જ થયું એ પણ જેવીતેવી વાત નહોતી.
પૂજ્ય મૃગાવતીજીના હૈયામાં સર્વ પ્રત્યે પ્રેમનો, કલ્યાણનો સ્ત્રોત એટલો બધો વહેતો રહ્યો હતો કે અગ્નિસંસ્કાર વખતે સિત્તેર-એંશીની ઉંમરના માણસો પણ બોલતા હતા કે, “આજે અમે જાણે અમારી માતા ગુમાવ્યાનું દુઃખ અનુભવીએ છીએ.'
પૂજ્ય મૃગાવતીજીને આથી વધુ સુંદર અંજલિ કયા શબ્દોમાં હોઈ શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org