________________
૧૬૮
પ્રભાવક સ્થવિરો
મોટી ભવ્ય પ્રતિમા પધરાવવાની એમની ભાવના હતી. પરંતુ તે અંગે હજુ કોઈ નિર્ણય થયો ન હતો. એવામાં કુંવરબાઈને રાત્રે એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં શ્વેત આરસનાં એક મોટાં ભવ્ય પ્રતિમાજીનાં દર્શન થયાં. દર્શન થતાં જ તેઓ સ્વપ્નમાં ‘નમો જિણાણં' બોલી ઊઠ્યાં. ત્યારપછી જાગીને તેમણે બાબુ અમીચંદને પોતાના સ્વપ્નની વાત કરી. આથી બાબુ અમીચંદને બહુ આનંદ થયો. આ સ્વપ્ન અંગે તેઓ બંને તરત લાલબાગના ઉપાશ્રયમાં મહારાજશ્રીની પાસે પહોંચી ગયાં. કુંવરબાઈએ સ્વપ્નમાં નિહાળેલા જિનબિંબની વાત કરી. મહારાજશ્રીએ કહ્યું કે આ કોઈ સાંકેતિક સ્વપ્ન છે. ત્યા૨૫છી તેમણે આંખો બંધ કરીને થોડી વાર ધ્યાન ધર્યું. પછી એમણે બાબુ સાહેબને કહ્યું, ‘તમે બંને આજે ખંભાત જાવ. શેઠાણીએ સ્વપ્નમાં જે પ્રતિમાનાં દર્શન કર્યાં છે તે ત્યાં છે. એ ક્યા દેરાસરમાં છે તે તમે ત્યાં જઈને શોધી કાઢો અને મને જણાવો.'
શેઠ-શેઠાણી તરત ખંભાત પહોંચ્યાં. ત્યાં એક પછી એક દેરાસરમાં દર્શન કરતાં હતાં અને જિન પ્રતિમાઓને ધ્યાનથી નિહાળતાં હતાં. એમ કરતાં ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરના ભોંયરામાં જ્યારે તેઓ શ્વેત આરસની ચાલીસ ઇંચ ઊંચી આદીશ્વર ભગવાનની પ્રતિમાજીનાં દર્શન કરતાં હતાં ત્યારે શેઠાણીને તરત જ ભાસ થયો કે પોતે સ્વપ્નમાં જોયેલાં તે આ જ પ્રતિમાજી છે. બાબુસાહેબે દેરાસરના ટ્રસ્ટીઓને શેઠાણીના સ્વપ્નની અને પોતે મુંબઈમાં બંધાવી રહેલા દેરાસરની વાત કરી. એથી ટ્રસ્ટીઓ રાજી થયા. મોહનલાલજી મહારાજે પણ ખંભાતના ટ્રસ્ટીઓને એ પ્રતિમાજી મુંબઈના દેરાસરમાં પધરાવવા માટે આપવા ભલામણ કરી. પોતાનાં પ્રતિમાજી આપવાનું આમ તો કોઈને ન ગમે, પરંતુ શેઠાણીના સ્વપ્નનો સંકેત અને મોહનલાલજી મહારાજની ભલામણ એ બંનેને કારણે પોતાનું અહોભાગ્ય સમજીને ખંભાતના ટ્રસ્ટીઓએ એ પ્રતિમાજી મુંબઈના દેરાસર માટે આપવાની સંમત્તિ આપી.
સં. ૧૯૬૦માં માગસર સુદ ૬ના રોજ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના હાથે વાલકેશ્વરના દેરાસરમાં થઈ. એ પ્રસંગે ગોમુખયક્ષ, ચક્રેશ્વરીદેવી વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ મોહનલાલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org