SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ પ્રભાવક સ્થવિરો ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષા ઉપર એમણે પ્રભુત્વ મેળવી લીધું. તેમનાં વ્યાખ્યાનોની શ્રોતાઓ ઉપર ઊંડી અસર થતી, કારણ કે, એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી. લગભગ બે દાયકા પહેલાં પૂજય શીલવતીશ્રીજી અને પૂજય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેક્ટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કોરાએ મને તેમનો પરિચય કરાવ્યો હતો. ત્યારપછી મુંબઈમાં કેટલીક વાર મારે એમને મળવાનું થયું હતું. શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું એમને મળતાં જ પ્રતીત થતું. એક વખત હું એમને વંદન કરવા ગયો. પછી ફરતો હતો ત્યારે તેઓ એટલું જ બોલ્યાં, “ભાઈ, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજો.' એ વાક્યમાં વાત્સલ્યનો એવો અભૂતપૂર્વ રણકો મને સંભળાયો કે આજ દિવસ સુધી એ વાક્ય હજુ કાનમાં ગૂંજ્યા કરે. છે. શીલવતીજી સંવત ૨૦૨૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યાં. એમણે પોતાનાં પુત્રી શિષ્યા મૃગાવતીજીને એવાં તૈયાર કર્યા હતાં કે એમનામાં એમનાં માતાગુરુણી પૂજ્ય શીલવતી-શ્રીજીનાં દર્શન થતાં. પૂજ્ય મૃગાવતીજીએ પોતાનાં માતાગુરુણી શીલવતીજી સાથે સંવત ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યો. ત્યારપછી છેલ્લાં અઢાર વર્ષમાં તેમણે પોતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાઠ હજાર માઈલ જેટલો પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૦૯માં કલકત્તા-શાંતિ નિકેતનમાં સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સંવત ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧મું અધિવેશન પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં યોજાયું ત્યારે મૃગાવતીજીનાં પ્રવચનોથી પ્રેરાઈને વિજયવલ્લભ હાઈસ્કૂલ' માટે અનેક બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy