________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૪૯
શ્રી વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી વખતોવખત છરી પાળતા સંઘોનું આયોજન પણ થયું હતું. ગુજરાનવાલાથી રામનગર, દિલ્હીથી હસ્તિનાપુર, રાધનપુરથી શત્રુંજય, વડોદરાથી કાવી અને ગાંધાર, શિવગંજથી કેસરિયાજી, ફલોધીથી જેસલમેર, જયપુરથી ખોગામ, વેરાવળથી શત્રુંજય, હોશિયારપુરથી કાંગડા ઈત્યાદિ સંઘોનું આયોજન તેમની પ્રેરણાથી થયું હતું.
શ્રી વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી કેટલાંક નવાં જિનમંદિરોનું નિર્માણ થયું હતું એક કેટલાંક જૂનાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર થયો હતો. તેમના હસ્તે લાહોર, રાયકોટ, શિયાળકોટ, ઝંડિયાલાગુરુ, સુરત, વડોદરા, ચારૂપ, ખંભાત, ડભોઈ, સાદડી, વિજાપુર (રાજસ્થાન), મુંબઈ, અકોલા વગેરે શહેરોમાં જિનમંદિરોમાં અંજનશલાકાની વિધિ અથવા પ્રતિષ્ઠાની વિધિ થઈ હતી.
શ્રી વલ્લભસૂરિ મહારાજની યુવાનીનો સમય દેશની સ્વતંત્રતા માટેના આંદોલનનો સમય હતો. એ સમયે ગાંધીજીના પ્રભાવ નીચે કેટલાયે જૈન સાધુઓએ મિલના કાપડને બદલે ખાદી પહેરવાનું ચાલુ કરી દીધું હતું. શ્રી વલ્લભસૂરિ મહારાજ પણ ખાદી પહેરતા અને ખાદી જ વહોરતા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમમે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને આ નિયમ કર્યો હતો. વળી તેમાં મિલના કાપડ કરતાં હિંસા પણ ઓછી થતી. પછીથી તો એમના સમુદાયનાં સાધુ-સાધ્વીઓ પણ ખાદી પહેરતાં. વિ. સં. ૧૯૮૧માં શ્રી વલ્લભસૂરિને જ્યારે આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પં. હીરાલાલ શર્માએ પોતાના હાથે કાંતેલા સૂતરની ખાદીની ચાદર વહોરાવી હતી. એક વાર એક ગામમાં મહારાજશ્રીનો જ્યારે પ્રવેશ હતો ત્યારે ગામના બધા જ લોકોએ નક્કી કર્યું કે ખાદીનાં વસ્ત્રો પહેરીને મહારાજશ્રીનું સામૈયું કરવું અને તે પ્રમાણે સામૈયું થતાં ત્યાં સૌ કોઈએ કંઈક જુદો જ હર્ષોલ્લાસ અનુભવ્યો હતો.
આઝાદીની લડતના એ દિવસોમાં અંગ્રેજો ચારે બાજુ લોકોની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખતા. એ દિવસોમાં બંગાળના કેટલાક હિંસક ક્રાંતિવીરો અંગ્રેજો ઉપર હિંસક હુમલાઓ કરી બીજા પ્રદેશનાં ગામડાંઓમાં છુપાઈ જતા અથવા સાધુનો વેશ પહેરીને ફરતા. એક વખત શ્રી વલ્લભસૂરિ મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુરમાં એક દહેરાસરમાં દર્શન કરવા જતા હતા તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org