________________
૪૮
પ્રભાવક સ્થવિરો
વર્ષ પંજાબમાં જ માલે૨કોટલા, હોશિયારપુર, અમૃતસર, અંબાલા, લુધિયાણા, જીરા, ગુજરાનવાલા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યાં અને સમગ્ર પંજાબમાં જૈન ધર્મનો ડંકો વગાડ્યો.
સં. ૧૯૫૬માં તેઓ ગુજરાત તરફ આવ્યા અને દસેક વર્ષ ગુજરાત અને મુંબઈમાં વિચર્યા. ત્યારપછી ત્રણેક વર્ષ ચાતુર્માસ રાજસ્થાનમાં કરીને તેઓ ફરી પાછા પંજાબ ગયા. ત્યારપછી ફરીથી તેઓ ગુજરાત અને મુંબઈ પધાર્યા અને દસેક વર્ષ ગુજરાત, રાજસ્થાન અને મુંબઇમાં વિચરીને ફરી પાછા પંજાબ પધાર્યા. પંજાબથી મુંબઈ સુધીનો તેમનો વિહા૨ ત્રણેક વાર થયો અને અંતે મુંબઈમાં તેમણે દેહ છોડ્યો. આમ એક જૈનાચાર્યને શોભે એ રીતે તેમનો ઝડપી વિહા૨ મુંબઈથી પંજાબ સુધી સતત રહ્યા કર્યો હતો. એ દ્વારા અનેક લોકોને તેમના ધર્મોપદેશનો લાભ મળ્યો. ૮૪ વર્ષના આયુષ્યકાળમાં એમની પ્રેરણાથી અનેક સ્થળે ધાર્મિક, શૈક્ષણિક અને સમાજોપયોગી એવી વિવિધ પ્રકારની યોજનાઓ થઈ હતી.
ઝડપી વિહાર, સ્વાધ્યાય અને સંઘોની વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શનમાં પ્રવૃત્ત રહેતા સાધુભગવંતો કેટલીક વાર ઉગ્ર તપશ્ચર્યા કરી શકતા નથી. શ્રી વલ્લભસૂરિ મહારાજથી પણ બહુ આકરી તપશ્ચર્યા થતી નહોતી. તો પણ તેમણે ખાનપાનમાં દસ વાનગીનો નિયમ કાયમ માટે લીધો હતો અને તેમાં પણ બને તેટલી ઓછી વાનગી તેઓ વાપરતા. વિ. સં. ૧૯૭૭માં બીકાનેરથી પંજાબ વિહાર કરવાનો હતો ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી પંજાબમાં પહોંચાય નહિ ત્યાં સુધી રોજ એકાસણું કરવું. પંજાબ પહોંચ્યા પછી પણ તેમણે ફરી પાછાં એકાસણાં શરૂ કર્યાં હતાં. તેઓ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ્ વગેરેની તપશ્ચર્યા પણ કરતા. પર્યુષણના દિવસોમાં તેઓ અઠ્ઠમ કરીને કલ્પસૂત્રનું વાંચન કરતા. વળી તેઓ બાર તિથિએ મૌન રાખતા અને સ્વાધ્યાયમાં ચિત્તને પરોવતા. વધુ પડતી તપશ્ચર્યાને કારણે એમના શરીર ઉ૫૨ જ્યારે અસ૨ થવા માંડી ત્યારે એમના મુખ્ય શિષ્ય શ્રી લલિતવિજયજી મહારાજે તેમને હવે વધુ તપશ્ચર્યા ન કરવા વિનંતી કરી હતી. ત્યારપછી તબિયતને કારણે શ્રી વલ્લભસૂરિ મહારાજે આઠમ, ચૌદસ કે અન્ય પર્વતિથિ સિવાય ઉપવાસ-એકાસણાં કર્યાં ન હતાં, તો પણ તેઓ છૂટું મોઢું રાખતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org