________________
શ્રી વિજયાનંદસૂરિ મહારાજ
સમાજોપયોગી કાર્યો કરીને સર્વ રીતે સાર્થક કરી બતાવ્યું હતું. એમણે પોતાના ગુરુ આત્મારામજીનું નામ અનેક રીતે રોશન કર્યું હતું.
- સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં તેમણે અદ્ભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારનાં ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યા. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યક્તિઓ, કુટુંબો, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે એમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ. “આત્મારામજી' અને “વિજય આનંદસૂરિ' એ બંને નામોનો સમન્વય કરી “આત્માનંદ'ના નામથી શાળાઓ, કૉલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં ઊલટભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષતઃ પંજાબના લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે.
પ્રવર્તક શ્રી કાંતિવિજયજીએ એમને અંજલિ આપતા પદમાં લખ્યું છે: વિજયાનંદસૂરિ મહારાજ, જય જય રહો સદાનંદ મેં;
પરમ મંત્ર ગુરુ નામ હે, સાચો આતમરામ; તીન લોકકી સંપદા, રહનેકો વિશ્રામ.
xx x વીરજિનંદકી વાણી માની, ગુરુગમ અખીયાં અંજનમેં; સંજમરાજ કીયો શિરભૂષણ, મોહરાજ દલ ખંડનમેં.
xxx વિષયવિરાગી, પરિગ્રહત્યાગી, ધૂલ પડી કહે કંચનમેં; નમન કરત હે નરપતિ યતિપતિ, જનમ સફળ લહે વંદનમેં. વિજયાનંદસૂરિ મહારાજા, જય જય રહો સદાનંદનમેં. કાંતિવિજય ગુરુ ચરણકમલમેં વંદન હોવે અનંત મેં. આત્મારામજી મહારાજ જેવી મહાન જૈનપ્રતિભા છેલ્લા દોઢ-બે સૈકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org