________________
४०
પ્રભાવક સ્થવિરો
બીજી કોઈ જોવા નહિ મળે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપર એમનો પ્રભાવ ઘણો મોટો રહ્યો છે. એમના કાળધર્મ પછી એમની પ્રતિમાની કે પાદુકાની સ્થાપના અનેક સ્થળે કરવામાં આવી છે. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ ઉપર પણ એમની પ્રતિમાની સ્થાપના કરવાનું એ સમયના ભક્તોએ અને એ તીર્થોના વહીવટકર્તાઓએ નક્કી કર્યું એ એમના તરફની લોકભક્તિ કેટલી બધી દઢ અને મોટી હતી તેની પ્રતીતિ કરાવે છે.
છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, “આત્મારામજી પરમ બુદ્ધિશાળી હતા. શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધાં કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકાર પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું તે જ બતાવે છે કે તે શાંત ક્રાંતિકાર હતા. ક્રાંતિકારની પ્રેરણાએ જ એમને જૂના ચીલે ચાલવાની ના પાડી. રૂઢિના ચીલા એમણે ભૂસ્યા. ત્રીસેક વર્ષ વધુ જીવ્યા હોત તો ક્ષત્રિયોચિત ક્રાંતિવૃત્તિ એમને કઈ ભૂમિકાએ લઈ જાત તે નથી કલ્પાતું.'
શ્રી આત્મારામજી મહારાજના એક શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં કલ્યાણ મંદિરસ્તવ-ચરણપૂર્તિસ્વરૂપ ૪૪ શ્લોકમાં તથા પ્રશસ્તિના પાંચ શ્લોકમાં અંજલિરૂપ મનોહર રચના કરી છે, જેના આરંભના બે શ્લોક નીચે પ્રમાણે છેઃ
श्रेयः श्रियां विमलकेलिगृहं विकाशि
पादारविन्दयुग्लं नृसुरोधसेव्यम् । भव्याङ्गिनां भवमहार्णवतारणाय
पोतायमानभिनम्य जिनेश्वरम्य ।। कीर्ति: सितांशुसुभगा भुवि पोस्फुरीति
यस्यानधं चरिकरीति मनो जननाम् । आनन्दपूर्वविजयान्तगसूरिभर्तु
स्तस्याहमेप किल संस्तवनं करिष्ये ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org