________________
૨૩૪
પ્રભાવક સ્થવિરો
અભિગ્રહ ધારણ કરેલો છે. આથી શ્રાવકો જુદી જુદી વાનગી કરીને તેયાર રાખતા કે જેથી મહારાજશ્રીનો અભિગ્રહ પૂર્ણ થાય. પરંતુ મહારાજશ્રી રોજ ઉપાશ્રયે ગોચરી વિના પાછા ફરતા. એમ કરતાં કરતાં આઠ દિવસના ઉપવાસ થઈ ગયા.
એક વૃદ્ધ શ્રાવિકા મહારાજ પ્રત્યેના પૂરા ભક્તિભાવથી રોજ વહોરવા પધારવા વિનંતી કરતી. પરંતુ મહારાજશ્રી વહોર્યા વગર પાછા ફરતા. સાત-આઠ દિવસ સુધી રોજ મહારાજ પાછા ફર્યા એથી એ ચિડાઈ ગઈ હતી. નવમે દિવસે એ ઘરની બહાર વાસણ માંજવા માટે રાખ એકઠી કરી રહી હતી. ત્યાં મહારાજશ્રી પધાર્યા. વૃદ્ધાએ કટાક્ષમાં કહ્યું કે, “ગુરુમહારાજ ! રોજ જુદી જુદી વાનગી માટે હું કહું છું, પણ આપ કશું વહોરતા નથી. હવે આપ કહો તો આ રાખ વહોરાવું.'
મહારાજશ્રીએ પ્રસન્ન ચિત્તે કહ્યું, “બહેન ! મારે એક પ્રયોગ માટે ખરેખર રાખનો પણ ખપ છે. માટે મને એક મૂઠી રાખ આપો.' એમ કહી પોતાનું પાતરું ધર્યું. વૃદ્ધા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. રાખ વહોર્યા પછી મહારાજશ્રીએ બીજા પાતરામાં બીજી ગોચરી વહોરી. મહારાજશ્રીનો અભિગ્રહ પોતાનાથી પૂરો થયો એથી એ વૃદ્ધાની આંખમાં હર્ષાશ્રુ ઊભરાયાં.
વિ. સં. ૧૯૩૩નું ચાતુર્માસ મહારાજશ્રીએ ભિનમાલમાં કર્યું હતું. અહીં યતિઓ તરફથી એમને ઘણો ત્રાસ આપવામાં આવતો હતો. એમના ઉપર મંત્રતંત્રના પ્રયોગો પણ થયા હતા.
એક વખત મહારાજશ્રી જે ઉપાશ્રયમાં બિરાજમાન હતા તે ઉપાશ્રયમાં નીચે મધરાતે એક યતિએ વેશ બદલીને ત્યાં આવીને મીણનું નાનું પૂતળું બનાવીને તથા તેમાં સોયા ખોસીને રાખી દીધું. પરંતુ યતિ જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે એ ગલીમાં અંધારામાં જવાને કારણે કૂતરાંઓએ ભસાભસ કરી મૂકી. એથી લોકો જાગી ગયા. ચોર સમજીને લોકો યતિની પાછળ પડ્યા. એમને પકયા તો ખબર પડી કે એ તો યતિ છે. પકડીને લોકો એમને મહારાજશ્રી પાસે લઈ આવ્યા, અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. યતિએ ભયભીત થઈ સાચું કારણ કહી દીધું.
મહારાજશ્રીએ લોકોને કહ્યું કે આવા મંત્ર-તંત્રથી કે કામણટ્રમણથી ડરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org