________________
[[૩]|| શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
વિક્રમની ઓગણીસમી સદીના મહાન જૈન પ્રભાવક સ્થવિરોમાં પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજસાહેબનું સ્થાન અનોખું છે. પંજાબીઓની આંખની કીકી તરીકે જેમને ઓળખાવવામાં આવ્યા છે એવા એ યુગવીર આચાર્યે પોતાના જીવનકાળ દરમિયાન આત્મોન્નતિની સાથે સાથે સમાજસેવા, સાધર્મિક ભક્તિ તેમજ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે ભગીરથ ક્રાન્તિકારી કાર્યો કર્યાં હતાં અને એમના વ્યક્તિગત સંપર્કમાં આવનાર અનેકના જીવનમાં પારસમણિની જેમ પરિવર્તન આપ્યું હતું.
જૈન સાધુમહાત્માઓમાં ભાષા અને પ્રદેશના ભેદો વિચલિત થઈ જાય છે. તેઓ જ્યાં વિચરતા હોય તે પ્રદેશના લોકો સાથે એકરૂપ બની જાય છે. તેમની ભાષા પણ તેઓની જીભે સરળતાથી ચડી જાય છે. વળી લોકોને પણ પોતાની ભાષા ગુરુમહારાજ શુદ્ધ ન બોલી શકતા ન હોય તો કઠતું નથી. પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂળચંદજી મહારાજ તથા પૂ. આત્મારામજી મહારાજ વગેરે પંજાબથી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતીઓ સાથે એકરૂપ બની ગયા હતા. તેવી જ રીતે પૂ. વલ્લભસૂરિ મહારાજ, પૂ. મૃગાવતીશ્રીજી વગેરે ગુજરાતી મહાત્માઓ પંજાબના લોકો સાથે એકરૂપ બની ગયાં હતાં.
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજને એક અનાથ ગરીબ કિશોરમાંથી તેજસ્વી સાધુરત્ન બનાવવામાં શ્રી આત્મારામજી મહારાજનો બહુ મોટો હિસ્સો રહેલો
છે.
શ્રી વલ્લભસૂરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૭ના કારતક સુદ ૨ના દિવસે-ભાઇબીજના દિવસે વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઈચ્છાબાઈ હતું. એમનું પોતાનું નામ છગનલાલ હતું. તેઓ વીસા શ્રીમાળી જ્ઞાતિના હતા. દીપચંદભાઇને સાત સંતાનો હતાં, ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ ત્રીજા દીકરા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org