________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૭૩
નિશ્રામાં મળેલી એ સભાએ “આગમોદ્ધારક સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થાના ઉપક્રમે “શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર'ના નામથી ગોપીપુરામાં આગમમંદિર બાંધવાનો નિર્ણય લેવાયો.
મહારાજશ્રી હોય ત્યાં ધન વાપરનારાઓની કમી હોય જ ક્યાંથી? તરત મોટી મોટી રકમો લખાવાઈ ગઈ. સારું ફંડ એકત્ર થઈ ગયું. તરત કામ ઉપાડવામાં આવ્યું. જમીન લેવા માટેની વિધિ થઈ ગઈ. શુભ દિવસે શુભ મુહૂર્તે ભૂમિશોધન તથા ભૂમિખનનની અને શિલાન્યાસવિધિ મંત્રોચ્ચારપૂર્વક થઈ ગઈ.
ભવ્ય દેવવિમાન સમાન આગમમંદિરનું કામ વેળાસર પૂર્ણ કરવા માટે શક્ય અને જરૂરી એટલા વધુમાં વધુ માણસો કામ લગાડવામાં આવ્યા હતા. એક તરફ શિલ્પીઓ, બીજી તરફ તામ્રપત્ર કોતરનાર કારીગરો તથા મંદિર બાંધવા માટેના મજૂરો એમ રોજ સેંકડો માણસો કામે લાગી ગયા.
ધારણા હતી કે એક વર્ષમાં આગમમંદિરનું કામ પૂરું થઈ જશે, પણ કામ કરનારાઓમાં ઉત્સાહની એવી હેલી ચડી આવી કે બસ નવ મહિનામાં (બસો સિત્તેર દિવસોમાં) જ આ ભવ્ય આગમમંદિર તૈયાર થઈ ગયું. પિસ્તાલીસ આગમોનું મંદિર હતું એટલે મંદિરનાં પગથિયાં પિસ્તાલીસ રાખવામાં આવ્યાં. અને મૂળ નાયકની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પિસ્તાલીસ ઇંચની કરવામાં આવી.
આ જિનમંદિરમાં કુલ એકસો વીસ જિનપ્રતિમા પધરાવવામાં આવી કારણ કે તિરછા લોકમાં એકસોવીસ ચૈત્ય છે. પિસ્તાલીસ આગમસૂત્રો કુલ ત્રણસો ચોત્રીસ તામ્રપત્રોમાં કોતરવામાં આવ્યાં અને એ તામ્રપત્રો ભોંયરામાં અને અન્ય દીવાલ ઉપર ચોડવામાં આવ્યાં. આસપાસ ભગવાન મહાવીર, ભગવાન ઋષભદેવ તથા ભગવાન પાર્શ્વનાથના જીવનપ્રસંગોનાં ચિત્રો તથા શિલાપટ કરવામાં આવ્યાં. કાગળ ઉપર મુદ્રિત આગમગ્રંથોની આગમમંજૂષા પણ મંદિરમાં રાખવામાં આવી છે.
બીજા વિશ્વયુદ્ધના કારમી મોંઘવારી અને અછતના એ દિવસો હતા. એ સમયે રૂપિયા પાંચ લાખના ખર્ચે, કશી પણ પ્રતિકૂળતા વગર આગમમંદિરનું કામ સહોલ્લાસ પરિપૂર્ણ થયું એ ધન્યતાનો અનુભવ કરાવતી ભાગ્યવંત ઘટના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org