________________
૨૬
પ્રભાવક સ્થવિરો
ને ?”
“ભાઈ, તમે જિનમંદિરમાં નથી માનતા એટલે એ વાત બાજુ પર રાખીએ. પરંતુ સાધુ-સાધ્વીઓને દાન દેવાના પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે એ તો માનો છો ને ?'
જરૂર, બેશક.'
કોઈ તપસ્વી સાધુને પારણા માટે કોઈ માણસ ભાવથી દૂધ વહોરાવે તો તેને સ્વર્ગ મળે કે નહિ ?'
જરૂર.” “તો પછી એ દૂધ આપનાર ભેંસને પણ સ્વર્ગ મળે કે નહિ ? જો ભેંસને સ્વર્ગ મળે તો ગધેડાને પણ મળે. જો ભેંસને ન મળે તો ગધેડાને પણ ન મળે.'
મહારાજશ્રીની તકયુક્ત દલીલ સાંભળી એ ભાઈ ચૂપ થઈ ગયા અને શરમાઈને ચાલ્યા ગયા.
પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજ વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા અને ત્યાં તેમણે અમદાવાદ, સુરત, પાલિતાણા, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યો. આ વખતના એમના આગમનથી આ ભવ્ય અને પ્રતાપી મુખમુદ્રાવાળા પ્રખર મેધાવી પંજાબી સાધુ ભગવંતને નિહાળવા અને એમની ઉપદેશ–વાણી સાંભળવા ગામેગામ હજારો લોકો એકત્રિત થતાં. ઠેર ઠેર બહુ મોટા પાયા ઉપર એમનું શાનદાર સ્વાગત થતું. સંઘના, મહાજનના આગેવાનો પાંચ-દશ માઈલ સામે પગે ચાલીને એમનું સ્વાગત કરવા જતા. પાલિતાણામાં એમને આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પ્રવાસનાં અલ્પતમ સાધનોના એ જમાનામાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાંથી પાંત્રીસ હજારથી વધુ માણસો એકત્ર થયા હતા. તેઓને હવે વિજયાનંદસૂરિ તરીકે જાહેર કરવામાં આવ્યા, પરંતુ લોકોની જીભે તો “આત્મારામજી' નામ જ ચડેલું રહ્યું. - પાંચ વર્ષ ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા. અમદાવાદના શ્રેષ્ઠિઓ સાથે વાત થઈ હતી તે મુજબ પૂ. મહારાજશ્રીની ભાવના અનુસાર આણંદજી કલ્યાણજીની પેઢીએ અમદાવાદથી અને પાલિતાણાથી દોઢસોથી વધુ જિનપ્રતિમાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org