________________
શ્રી વિજયાનંદસૂરિ મહારાજ
૨૫
ત્યાગભાવના નિહાળી શકાય છે.
વિ. સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. ત્યારપછી એમણે રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ પડતી. વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશાં સમતાભાવ રાખતા. પાંચ વર્ષ પંજાબમાં લુધિયાણા, ઝંડિયાલાગુરુ, ગુજરાનવાલા, હોશિયારપુર અને અંબાલામાં ચાતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો.
આત્મારામજી મહારાજ કુશાગ્ર બુદ્ધિવાળા હતા, શાસ્ત્રજ્ઞાતા હતા, અસાધારણ તર્કશક્તિ ધરાવતા અને વાદ કરવામાં અત્યંત નિપુણ હતા. સ્વસ્થતાપૂર્વક અને ચિત્તની સમતુલા ગુમાવ્યા વગર તેઓ સમભાવપૂર્વક શાસ્ત્રાર્થ કરતા. એક વખત લુધિયાણામાં એક હાજરજવાબી બ્રાહ્મણ પંડિત બાબુ કિશનચંદે શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. સભા યોજાઈ. કિશનચંદે કરેલા પ્રશ્નોના જવાબ મહારાજશ્રીએ બરાબર આપ્યા. પરંતુ મહારાજશ્રીએ કરેલા પ્રશ્નોના જવાબ કિશનચંદ આપી શકતા નહોતા. એટલે એમના પક્ષના માણસોએ ઘોંઘાટ અને વિતંડાવાદ ચાલુ કરી દીધો. પરંતુ મહારાજશ્રીના પવિત્ર અને સહાનુભૂતિભર્યા વ્યક્તિત્વનો પ્રભાવ એવો પડ્યો કે કિશનચંદે જ પોતાના પક્ષના માણસોને ઘોંઘાટ કરવાની ના પાડી અને પોતાનો પરાજય સ્વીકારી લીધો. કિશનચંદ ત્યારપછી મહારાજશ્રીના પાકા ભક્ત બની ગયા. મહારાજશ્રીના કાળધર્મ પછી પતિયાલામાં એક ઉત્સવમાં મહારાજશ્રીનાં સ્મરણો વિશે બોલવા જતાં કિશનચંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્વસ્થ થયા પછી કિશનચંદે મહારાજશ્રી વિશે એવું સરસ વક્તવ્ય રજૂ કર્યું કે, લોકો મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા.
એક વખત એક સ્થાનકવાસી ભાઈએ આવીને મહારાજશ્રીને જિનમંદિર વિશે પ્રશ્ન કરતાં કહ્યું, “મહારાજજી ! આપ કહો છો કે જિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવનાર સમ્યગ્દષ્ટિ જીવ સ્વર્ગમાં જાય છે, તો શું એ સાચું છે ?'
મહારાજશ્રીએ કહ્યું, “હા ભાઈ ! શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ એ પ્રમાણે કહ્યું છે.'
“તો પછી મંદિર માટે ઈંટપથ્થર લાવનાર ગધેડો પણ સ્વર્ગમાં જવો જાઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org