________________
૧૪
પ્રભાવક સ્થવિરો
પાસે જતા હતા. આમ સંઘમાં બે ભાગ પડી ગયા હતા. મૂળચંદજી મહારાજે પોતાના અનુયાયીઓ માટે “સંઘ” શબ્દ વાપરવામાં વ્યવહારુ મુશ્કેલીઓ જોઈ. એટલે એમણે “સંઘ'ને બદલે “ટોળી' એવો શબ્દ પ્રયોજ્યો અને એ વર્ષે “શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી'ની સ્થાપના થઈ. (આ નામ આજે પણ પાલિતાણાના સંઘ માટે ચાલુ છે. યતિઓમાં ભણેલા સમુદાય માટે ત્યારે “નાની ટોળી’ એવો વપરાયેલો શબ્દ, તેઓ યતિઓમાંથી નીકળી ગયા પછી પણ તેમને માટે ચાલુ રહ્યો છે. “મોટી ટોળી' સંગીત સાથે તાલબદ્ધ રીતે પૂજાઓ ભણાવવા માટે પાલિતાણામાં આજે પણ જાણીતી છે.)
કેટલાક માણસોને નિંદારસથી અને દોષદૃષ્ટિથી એક સાધુની વાત બીજા સાધુને અને બીજા સાધુની વાત ત્રીજા સાધુને કરવાની ટેવ હોય છે. તેવો એક માણસ એક દિવસ મૂળચંદજી મહારાજ પાસે આવ્યો અને કહ્યું, “ગુરુમહારાજ ! આપ ઠલ્લે જઈ આવ્યા પછી કેટલું ઓછું પાણી વાપરો છો. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ તો કેટલું બધું પાણી વાપરે છે.'
મૂળચંદજી મહારાજ એ વ્યક્તિને જાણતા હતા અને વૃદ્ધિચંદજી મહારાજ સાથે વિસંવાદ કરાવવા માટે આવું તે બોલ્યો હતો એ તેઓ તરત સમજી ગયા. એમણે તેને સમજાવીને કહ્યું, “ભાઈ, પૂર્વના પડેલા સંસ્કારો જલદી જતા નથી. ગયા જન્મમાં વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. હું મુસલમાન હતો અને તું ચમાર હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા એટલે પાણી બહુ વાપરે એ દેખીતું છે, કારણ કે કહેવત છે કે ભેંસ, બ્રાહ્મણ ને ભાજી, પાણી જોઈ થાય રાજી. ગયા જન્મમાં હું મુસલમાન હતો. મુસલમાનો અઠવાડિયે એક દિવસ, જુમ્માના દિવસે ઓછા પાણીથી નહાય. એટલે હું ઓછું પાણી વાપરું તે યોગ્ય છે. અને ગયા જન્મમાં તું ચમાર હતો. ચામડાં ચૂંથવાનું કામ તું કર્યા કરતો હતો. એટલે આ જન્મમાં પણ તું બધાના આત્મા સામે નહિ, પરંતુ શરીરની ચામડી સામે જોયા કરે છે. બધાંની ચામડીના દુર્ગુણો તને દેખાય છે. તું ચમાર હતો. એટલે તારામાં દોષદૃષ્ટિ આવે એ સ્વાભાવિક છે.” આમ કલ્પિત વાત કરીને મૂળચંદજી મહારાજે એ માણસને યુક્તિપૂર્વક ચમાર જેવો કહ્યો. ત્યારથી એ માણસ સાધુઓના દોષ જોતો બંધ થયો.
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇને રોજનો નિયમ હતો કે ઘરેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org