________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૫૯
જાપને સ્થૂળ સ્વરૂપ મળ્યું. ત્યાર પછી એ વિધિમાં ફેરફાર થયો અને આંગળીથી માત્ર ધૂલિસ્પર્શ કરતો અને હૃદય સાથે ચાંપી, બે આંખે સ્પર્શ કરી હાથને બ્રહ્મરંધ્ર સુધી લઈ જતો.”
આ રીતે તેઓ આખા જગત સાથે વાત્સલ્યનો ભાવ અનુભવતા. એટલે જ “વાત્સલ્ય', “વિશ્વવાત્સલ્ય” જેવા શબ્દો એમના જીવનમાં વણાઈ ગયા હતા.
શાસ્ત્રાભ્યાસ અને મૌન એકાંતવાસ દરમિયાન ચિંતનમનનને કારણે તેમના કેટલાક વિચારો સ્થાનકવાસી પરંપરા કરતાં જુદા થવા લાગ્યા હતા, જેમ કે તેઓ માનતા કે ચોવીસ કલાક મોંઢે મુહપત્તિ બાંધવાનું ફરજિયાત ન હોવું જોઇએ. તદુપરાંત સાધુઓએ પણ વડીલ સાધ્વીઓને વંદન કરવાં જોઇએ. કેશલોચ ફરજિયાત ન હોવો જોઇએ. જેમને માટે એ અત્યંત પીડાકારક હોય તેમને અસ્ત્રોથી મુંડન કરાવવાની છૂટ આપવી જોઇએ. તથા સાધુઓએ સમાજસેવાના કાર્યમાં જોડાવું જોઇએ. ધર્મદષ્ટિએ સમાજરચના હોવી જોઇએ.
પોતાના વિચારો સમાજ આગળ મૂકવા માટે એમણે એક નિવેદન તૈયાર કર્યું. ગુરુદેવે કહ્યું, “તું નિવેદન બહાર પાડી નકામો ઉહાપોહ ન કર. મુહપત્તિ ન બાંધે તે તો ન ચાલે. અને સાધ્વી વંદન પણ ઠીક ન ગણાય. બાકીનું બધું ભલે તું કર.” પરંતુ મહારાજશ્રીએ કહ્યું, “હું જે કંઈ કરું તે માટે સમાજ સામે મૂકવું જોઇએ. નહિ તો હું કાયર ગણાઉં.”
આમ, પોતાના અંતરને અનુસરીને મહારાજશ્રીએ મુંબઈમાં માટુંગાની સ્થાનકવાસી વાડીમાં જાહેર સભામાં પોતાનું નિવેદન વાંચ્યું. આ નિવેદને સમાજમાં મોટો પ્રભાઘાત જન્માવ્યો. મહારાજશ્રીએ લખ્યું છે, “મારા જાહેર નિવેદનથી આખાયે જૈન સમાજમાં મોટો ખળભળાટ મચી ગયો. લોંકાશાહ લેખમાળા વખતે જે સ્થાનકવાસી સમાજે મને વધાવેલો, તેણે જ હવે ઉપાશ્રયોમાંથી જાકારો દેવા માંડ્યો, કારણ કે નિસર્ગમૈયાને, ગુરુદેવે કલ્પેલું બેય વ્યાપક વિશાળ માનવસમાજમાં મૂર્તિમંત કરવાનું ઈષ્ટ લાગ્યું હતું.'
મનોમંથનના આ દિવસોમાં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ પોતાનું નામ બદલીને “સંતબાલ” એવું પ્રચલિત કરી દીધું. ત્યારથી તે જીવનના અંતપર્યંત તેઓ “સંતબાલજી' તરીકે જ જાણીતા રહ્યા. એમનું દીક્ષાનામ ભુલાઈ ગયું. તેમના રૂપાંતરની આ એક બાહ્ય પ્રક્રિયા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org