________________
પ્રભાવક સ્થવિરો
વિ. સં. ૧૯૭૬માં મહારાજશ્રીની નિશ્રામાં કેસરિયાજીનો સંઘ નીકળ્યો હતો. સંઘ ઉદેપુર પહોંચ્યો હતો. તે વખતે ઉદેપુરમાં શ્રી વિજયનેમિસૂરિ મહારાજ બિરાજમાન હતા. એ વખતે સમયની પ્રતિકૂળતા હોવા છતાં અને બંને સમુદાય વચ્ચે કેટલોક વિચારભેદ હોવા છતાં શ્રી વલ્લભસૂરિ મહારાજ નેમિસૂરિ મહારાજની સુખશાતા પૂછવા ગયા હતા અને દોઢ કલાક સુધી બંનેએ વાતચીત કરી હતી. એ સમયે શ્રી નેમિસૂરિ મહારાજે શ્રી વલ્લભસૂરિ મહારાજને કરેલું કે “તમે મને મળવા આવશો એવું મેં ધારેલું નહિ. પરંતુ તમે આવ્યા તેથી મને બહુ આનંદ થયો છે. તમારી સાથે વાતચીત કર્યા પછી તમારે માટે મારા મનમાં જે પૂર્વગ્રહ હતો તે નીકળી ગયો છે.'
એક વખત મહારાજશ્રી વિહાર કરતા કરતા પંજાબના આગા નામના ગામમાંથી પસાર થતા હતા. એ ગામમાં જૈનોનો કોઈ ઉપાશ્રય નહોતો. એટલે તેઓ શીખોના એક ગુરુદ્વારામાં ઊતર્યા હતા. ગામ નાનું હતું અને લોકો ગરીબ હતા. ગુરુદ્વારા પણ જીર્ણ હાલતમાં હતું. તેનો કેટલોક ભાગ પડી ગયો હતો. એનું સમારકામ કરાવી શકે એવી ગામના શીખોની આર્થિક સ્થિતિ નહોતી. એ જોઈને મહારાજશ્રીએ પોતાને વંદન કરવા આવેલા આસપાસના ગામના જૈન શ્રેષ્ઠીઓને ઉપદેશ આપીને કહ્યું કે, “આ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર તમારે જૈનોએ કરાવી આપવો જોઈએ. તરત ટિપ થઈ અને એ કામની જવાબદારી એક ભાઈને સોંપવામાં આવી. એ રીતે થોડા વખતમાં એ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર થઈ ગયો. આ પ્રસંગ શ્રી વલ્લભસૂરિ મહારાજની ઉદાર દૃષ્ટિનો દ્યોતક છે. એવી જ રીતે બીજા એક ગામમાં હરિજનોને કુવા ઉપરથી પાણી ભરવાની તકલીફ પડતી હતી માટે તેઓ બધા મુસલમાન બની જવાના હતા ત્યારે લોકોને ઉપદેશ આપી, હરિજનો માટે કૂવો બંધાવી આપવાની પ્રેરણા એમણે કરી હતી. એમનામાં સમયજ્ઞતા કેવી હતી તે આવા પ્રસંગોમાં જોવા મળે છે.
શ્રી વલ્લભસૂરિ મહારાજે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ કર્યો હતો. અને ત્યારપછી તેમણે વૃદ્ધાવસ્થા અને અશક્તિના કારણે ડોળીનો ઉપયોગ ચાલુ કર્યો હતો. તે વખતે સમાજના રૂઢિચુસ્ત વર્ગ તરફથી તેમની ટીકા કરતી પત્રિકાઓ પ્રગટ થઈ હતી. મુંબઈમાં તેઓ હતા ત્યારે તેમના હાથમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org