________________
४४०
પ્રભાવક સ્થવિરો
પક્ષ પડી ગયા હતા. એ વાત મહારાજશ્રી પાસે આવી. મહારાજશ્રીને ફલોધીના સંઘમાં સંપ કરાવવાની ભાવના થઈ, પરંતુ કેટલાકે મહારાજશ્રીને સલાહ આપી કે “અહીં મોટા મોટા મહાત્માઓ આવી ગયા છે, પરંતુ તેઓનાથી પણ ઝઘડો શમ્યો નથી. એટલે એમાં પડવા જેવું નથી. પરંતુ મહારાજશ્રીએ નિર્ણય કરી લીધો કે ભલે સફળતા મળે કે ન મળે, પરંતુ પોતે પ્રયાસ તો અવશ્ય કરવો જોઈએ. એટલા માટે કદાચ જો સંઘનું રોકાણ થોડા દિવસ વધી જાય તો પણ તે જરૂરી હતું. મહારાજશ્રીએ બંને પક્ષના આગેવાનોને વારાફરતી એકાંતમાં બોલાવીને આખી સમસ્યા જાણી લીધી. ત્યારપછી તેઓ રોજ વ્યાખ્યાનમાં પોતાના ઉપદેશને એવી રીતે ગૂંથી લેતા કે જેથી આ ઝઘડાનો નિકાલ લાવવો જોઈએ એવું બંને પક્ષના આગેવાનોને લાગ્યું. આઠેક દિવસમાં તો મહારાજશ્રીની દરમિયાનગીરીથી સંઘમાં સમાધાન થઈ ગયું, અને શાંતિ સ્થપાઈ ગઈ. તેના પ્રતીકરૂપે બંને પક્ષ તરફથી સાથે મળીને સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું.
ફલોધીથી સંઘે જેસલમેર તરફ પ્રયાણ કર્યું. હવે રણપ્રદેશ આવતો હતો અને વચ્ચે વચ્ચે પાંચસો-હજારની વસ્તીવાળાં નાનાં નાનાં ગામો આવતાં હતાં. આ વિસ્તારમાં પાણીની ઘણી તંગી રહેતી. સંઘે જ્યારે વાસણા નામના ગામમાં પડાવ નાખ્યો ત્યારે ગામના લોકોએ ઘણો વિરોધ કર્યો. લોકોનું કહેવું હતું કે ઉનાળાના આ દિવસો છે, બે-ત્રણ વર્ષે એકાદ વખત અહીં વરસાદ પડે છે. સંઘના આટલા બધા માણસો પાણી વાપરશે તો એક દિવસમું જ અમારા ગામનું બધું પાણી ખલાસ થઈ જશે. ગામના લોકોના આવા વિરોધ વચ્ચે કેટલો વખત રહેવું એ પ્રશ્ન થઈ પડ્યો. પરંતુ મહારાજશ્રીએ બધાને શાંત રહેવા કહ્યું. એટલામાં જાણે કોઈ ચમત્કારી ઘટના બનતી હોય તેમ અચાનક આકાશમાં વાદળાં ઊમટી આવ્યાં. ઉનાળાના એ દિવસે મુશળધાર વરસાદ વરસ્યો. ગામમાં એટલું બધું પાણી આવ્યું કે ગ્રામજનોએ ક્યારેય જોયું ન હતું. આ ઘટનાથી તેઓના હૃદયનું પરિવર્તન થયું.
સંઘે આગળ પ્રયાણ કર્યું અને જેસલમેર પહોંચવા આવ્યા. જેસલમેરનું દેશી રાજ્ય હતું. સંઘ આવ્યો એટલે આવકનું એક સાધન ઊભું થયું એમ માનીને રાજના મહારાજાએ મુંડકાવેરો નાખવાનું વિચાર્યું. આ વાતની ગંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org