SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રભાવક સ્થવિરો ગામને પાદરે એક મુસલમાન બાઈ કેડમાં નાનું છોકરું તેડીને તળાવના કિનારે વાંકી વળીને મોઢું ધોતી હતી. એવામાં બાઈના હાથમાંથી બાળક છૂટી ગયું અને ઊંડા પાણીમાં પડ્યું. બાળકને બચાવવા બાઈ પાણીમાં પડી, પરંતુ તે પણ ડૂબવા લાગી, આ ઘટના પાસે ઊભેલા દિનારામે જોઈ. સોળ વર્ષની ઉંમરે એને તરતાં આવડતું હતું. વળી તે હિંમતવાળો પણ હતો અને દયાવાળો પણ હતો. એણે તરત પાણીમાં ઝંપલાવ્યું અને એ ડૂબતી બાઈને તથા એના બાળકને બચાવી લીધાં. ગામમાં જ્યારે બધાંને આ ઘટનાની ખબર પડી ત્યારે સૌએ શાબાશી આપવા સાથે દિત્તારામની હિંમતની પ્રશંસા કરી. દિત્તારામ બાળપણથી જ જેમ નીડર હતો તેમ સાચું બોલવાનો આગ્રહી હતો. એનામાં ન્યાયપ્રિયતા પણ હતી. એટલે જ પોતાના ગામમાં છોકરાઓમાં જ્યારે કંઈ ઝઘડો થતો ત્યારે તેઓ સમાધાન કે નિરાકરણ માટે દિત્તારામ પાસે આવતા, કારણ કે તેઓને ખાતરી હતી કે પોતાનો આ દોસ્તદાર જૂઠું નહિ બોલે અને અન્યાય નહિ કરે. એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ. પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસવાલને ત્યાં દિત્તાનો ઉછેર થયો. જોધમલના એક ભાઈનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્થ કરવાં ઇત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એમની પાસે દિક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ. સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી, અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું. આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy