________________
શ્રી વિજયાનંદસૂરિ મહારાજ
જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિત્તારામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઊથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી. ત્યારપછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા. ગણેશચંદ્રના, જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઈચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઈચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યા, તો પણ ગણેશચંદ્રે દિત્તાને સોંપવાનું કબૂલ કર્યું નહિ.
એક દિવસ જેલમાંથી ભાગી જઇને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા; પકડાયા; દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચંદ્રના જીવનનો આમ કરુણ અંત આવ્યો.
ગણેશચંદ્રનો પુત્ર બાળક દિત્તારામ પોતાની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે તે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોને બહા૨વટિયાઓને માર્યા અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્રે જોયું કે ઘરના બારણામાં નાનો દિત્તારામ તલવાર લઈને ઊભો હતો, પિતાએ પુત્રને પૂછ્યું, ‘આ તું શું કરે છે ?' દિત્તારામે કહ્યું, ‘તલવાર લઇને ઘરનું રક્ષણ કરવા ઊભો છું.’ એ જવાબ સાંભળી પિતાએ બાળક દિત્તારામને શાબાશી આપી.
દિત્તારામની બહાદુરીનો બીજો એક પ્રસંગ પણ છે. એક વખત જીરા
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org