________________
૨૦.
પ્રભાવક સ્થવિરો
સંન્યાસ કોની પાસે લે ? બુટ્ટાસિંહનું મન પોતાના શીખ ધર્મના ગુરુઓ કરતાં તે વખતે તે બાજુ વિચરતા જૈન પંચ મહાવ્રતધારી, પાદવિહારી અને રાત્રિભોજનના ત્યાગી સ્થાનકવાસી સાધુઓ તરફ ખેંચાયું હતું. પંદર વર્ષની વયે એટલે કે વિક્રમ સંવત ૧૮૮૮માં દિલ્હીમાં આવીને એમણે સ્થાનકવાસી સાધુમહારાજ પાસે દીક્ષા લીધી, અને એમનું નામ બુદ્ધેરાયજી રાખવામાં આવ્યું.
- બુટેરાયજી તેજસ્વી સાધુ હતા; ક્રિયાકાંડમાં ચુસ્ત હતા. અભ્યાસ કરવામાં નિપુણ હતા. એમણે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. શાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવાં બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર પરિશીલન કર્યું. પાંચેક વર્ષ કરેલા આગમનોના અધ્યયનને કારણે મૂર્તિપૂજાનો વિરોધ એમના મનમાંથી નીકળી ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વધુ ને વધુ ચિંતવન તેઓ કરતા ગયા તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા વધુ ને વધુ દઢ થતી ગઈ. અને એક દિવસ, વિ. સં. ૧૯૧૨માં એમણે અમદાવાદ આવીને પૂ. મણિવિજયજી મહારાજ પાસે નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમનું નામ બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું, પરંતુ બુદ્ધિવિજયજી કરતાં બુટેરાયજી મહારાજ તરીકે જ તેઓ વધુ જાણીતા રહ્યા.
- પંજાબથી તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે પોતાના બે પંજાબી શિષ્યોને પણ લઇને આવ્યા હતાઃ (૧) મૂળચંદજી મહારાજ અને (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ. તેઓ બંનેએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં ફરીથી દીક્ષા ધારણ કરી અને તેઓનાં નામ અનુક્રમે મુક્તિવિજય અને વૃદ્ધિવિજય રાખવામાં આવ્યાં. પરંતુ એમના ગુરુની જેમ તેઓ પણ પોતાનાં મૂળ નામથી “મૂળચંદજી મહારાજ અને “વૃદ્ધિચંદ્રજી મહારાજ' તરીકે વધુ જાણીતા રહ્યા. પોતાના ગુરુમહારાજ સાથે તેઓ ગુજરાતમાં વિચરતા રહ્યા.
પોતાના માર્ગે ભવિષ્યમાં આત્મારામજી નામના પોતાના કરતાં પણ વધુ તેજવી અને સમર્થ એવા એક પંજાબી સાધુમહારાજ ગુજરાતમાં બીજા ઘણા સાધુમહારાજો સાથે આવશે એવી ત્યારે એમને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી.
આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org