________________
[૨]
શ્રી વિજયાનંદસૂરિ મહારાજ [શ્રી આત્મારામજી મહારાજ]
ન્યાયામ્ભોનિધિ, તાર્કિક શિરોમણિ, સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ઘદ્રષ્ટા, શાસન-પ્રભાવક યુગપ્રવર્તક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજ)નું જીવન અનેક પ્રે૨ક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે.
ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમી તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણસ્વીકાર અવશ્ય ક૨વો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો જેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે મહાત્માઓ સંજોગોનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા, તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ અને એમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ.
પૂ. આત્મારામજી મહારાજના જીવનનાં સંસ્મરણો એટલે આજથી સવાસો-દોઢસો વર્ષ પહેલાંની પંજાબની ધરતી ઉપર જૈન ધર્મના ક્ષેત્રે જે મોટો ખળભળાટ મચ્યો તેનાં ઐતિહાસિક સંસ્મરણો.
આત્મારામજી મહારાજના ગુરુનું નામ હતું બુટેરાયજી મહારાજ. બુટેરાયજી મહારાજ જન્મ શીખ હતા. એમનો જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. એમનું નામ બુટ્ટાસિંહ હતું. એમની માતાનું નામ કોંદે અને પિતાનું નામ ટેકસિંહ હતું. બાલ્યાવસ્થાથી જ એમને સંન્યાસ લેવાની તીવ્ર ભાવના થયા કરતી હતી. એકનો એક પુત્ર હોવાના કારણે માતા-પિતાની મરજી બુટ્ટાસિંહને સંન્યાસ લેવા દેવાની ન હતી. પરંતુ બુટ્ટાસિંહ પોતાના નિર્ણયમાં અચલ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org