________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
મૂળચંદજી મહારાજે સંદેશાવાહક દ્વારા જણાવ્યું હતું કે દર્શનવિજયજી ગોચરી વાપર્યા વિના ચાલ્યા આવ્યા છે. ફરી એક વખત એવી જ રીતે મૂળચંદજી મહારાજે સંદેશો મોકલાવ્યો. ફરી ગોચરી વાપર્યા વગર દર્શનવિજયજી આવ્યા. દોઢ-બે કલાક બેઠા, પરંતુ મૂલચંદજી મહારાજે પોતે શા માટે બોલાવ્યા છે તેની કશી જ વાત કરી નહિ. દર્શનવિજયજી પ્રસન્ન ચિત્તે વડોદરા પાછા ફર્યા. થોડા દિવસ પછી ત્રીજી એક વાર મૂળચંદજી મહારાજે એ જ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો અને દર્શનવિજયજી મહારાજ આવી પહોંચ્યા. જુદા જુદા વિષયો પર બીજી ઘણી વાત થઈ પણ પોતે શા માટે બોલાવ્યા છે તે મૂળચંદજી મહારાજે કહ્યું નહિ. હવે દર્શનવિજયજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, “ગુરુમહારાજ ! આપે મને આટલે દૂરથી વિહાર કરાવીને આ ત્રીજી વાર બોલાવ્યો, પરંતુ આપ શા માટે બોલાવો છો તે તો કંઈ કહેતા નથી.” મૂળચંદજી મહારાજે કહ્યું, બસ, મારે જે કામ હતું તે આ જ હતું. તમારી પદવી માટે પાત્રતા જોવી હતી. તમે હજુ કાચા છો એટલે તમારાથી પૂછ્યા વગર રહેવાયું નહિ. તમે હવે વડોદરા પાછા ફરો.”
દર્શનવિજયજી પાછા ફર્યા. પરંતુ આખે રસ્તે વિચારમાં રહ્યા, કે ગુરુમહારાજે ખરી કસોટી કરી. અધીરી બનવા માટે સંતાપ પોતાને થયો. થોડા દિવસ પછી પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનો મળવા આવ્યા અને દર્શનવિજયજીની પદવીની વાત નીકળી ત્યારે મૂળચંદજી મહારાજે કહ્યું કે એમની હજુ જોઈએ તેટલી પાત્રતા થઈ નથી. મેં એમની ત્રણ વાર કસોટી કરી. ત્રીજી કસોટીમાં તેઓ અધીરા બની ગયા અને હારી ગયા. એમ છતાં ગોચરી વાપર્યા વગર આટલો લાંબો વિહાર કરીને જવા-આવવાના તેમના કાર્યની પ્રશંસા પણ કરી. દર્શનવિજયજીમાં વિનયગુણ ઘણો મોટો છે, પરંતુ હજુ તેમાં થોડી ન્યૂનતા છે તેમ મૂળચંદજી મહારાજે જણાવ્યું. આ વાત પ્રેમાભાઈએ દર્શનવિજયજીને પણ કરી. એથી દર્શવિજયજીએ આવી આકરી કસોટી કરવા માટે ગુરુમહારાજ પ્રત્યે રોષ વ્યક્ત ન કર્યો, પરંતુ અધીરા બની પ્રશ્ન કરવાની પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ત્યારપછી થોડા જ વખતમાં દર્શનવિજયજીની હવે પાત્રતા છે એમ સમજીને તથા પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોની ભલામણથી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને પદવી આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org