________________
પ્રભાવક સ્થવિરો
જૈન શાસનના રક્ષણને માટે જલદી જલદી દીક્ષા આપવાના ઉત્સાહવાળા મૂળચંદજી મહારાજ કોઈ એક યુવાનને દીક્ષા આપવાની વિધિ અમદાવાદમાં ઉજમબાઇના ઉપાશ્રયમાં કરી રહ્યા હતા. દીક્ષા અંગે તે યુવાનનાં કેટલાંક સગાંસંબંધીઓનો વિરોધ હતો. પરંતુ જ્યાં સુધી યુવાનની સંમતિ હતી ત્યાં સુધી મૂળચંદજી મહારાજ સગાંસંબંધીઓની પરવા કરે એવા નહોતા. જ્યારે ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ ચાલુ થઈ ત્યારે કેટલાંક સગાંસંબંધીઓએ ઉપાશ્રયની બહાર બૂમાબૂમ ચાલુ કરી અને વાતાવરણ ઉગ્ર બનતાં કેટલીક સ્ત્રીઓએ તો મૂળચંદજી મહારાજના નામથી છાજિયાં લેવાં પણ ચાલુ કર્યા. પરંતુ એથી મૂળચંદજી મહારાજ અસ્વસ્થ થાય તેવા ન હતા. તેમણે તો દીક્ષાની વિધિ યથાવત્ ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી. દીક્ષા અપાઈ ગઈ. એક નવા સાધુનો ઉમેરો થયો. સગાંસંબંધીઓ બબડતાં બબડતાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે સંઘના આગેવાનોની બેઠક મળી. કેટલાક આગેવાનોએ એવો સૂર વ્યક્ત કર્યો કે, “ગુરુમહારાજ ! તમારે આવી રીતે દીક્ષા ન આપવી જોઈએ.”
મૂળચંદજી મહારાજે શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રેમભાવથી કહ્યું, “જુઓ ભાઈઓ ! જેનશાસનને જીવંત રાખવું હોય તો સાધુઓ જોઈશે.” દીક્ષાનો પ્રસંગ એવો છે કે સગાંસંબંધીઓને પોતાના ઘરનો કોઈ યુવાન જાય એ ગમે નહિ. બહાર સ્ત્રીઓ છાજિયાં લેતી હોય અને હું દીક્ષા આપતો હોઉં તો મને પણ એ ગમતી વાત નથી. આપણી પાસે સાધુઓ બહુ જ ઓછા છે, તો તમે મને પહેલો જવાબ એ આપો કે જેન શાસનને જીવંત રાખવું છે કે નહિ ?” બધાએ હા કહી એટલે મૂળચંદજી મહારાજે કહ્યું કે, “તો સંઘ હવે ઠરાવ કરે કે સંઘના જેટલા આગેવાનો છે તેઓ દરેક પોતાના કુટુંબમાંથી એક યુવાનને દીક્ષા માટે અમને આપે. એમ જો થાય તો મારી પણ સ્થિતિ આવી કફોડી ન થાય.” પરંતુ સંઘનો કયો આગેવાન પોતાના સંતાનને દીક્ષા આપવા માટે સામેથી શરત સ્વીકારે ? એટલે બધા જ ચૂપ થઈ ગયા. એટલે મૂળચંદજી મહારાજે તેઓને બધાને વર્તમાન દેશકાળની સ્થિતિ સમજાવી અને તેમાં અપવાદરૂપ સંજોગોમાં સગાંસંબંધીઓનો વિરોધ છતાં દીક્ષા આપવાની જરૂરિયાત દર્શાવી.
એ જમાનામાં સાધુઓ ઓછા હતા, એટલે ઘણાં નગરોને સાધુઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org