________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
લાભ મળતો નહિ. એમાં મહેસાણામાં એક-બે તપસ્વીઓ આવેલા અને તેઓ રોટલા-રોટલીનો સક્કો ટુકડો અને થોડું પાણી વહોરતા. આથી મહેસાણાના શ્રાવકોમાં એવી માન્યતા અને પ્રથા થઈ ગયેલી કે, “સાધુ મહારાજ ગોચરી માટે આવે ત્યારે રોટલા-રોટલીનો લુખ્ખો નાનો ટુકડો જ માત્ર વહોરાવવો જોઈએ. જૈન સાધુને બીજું કશું વહોરાવી શકાય નહિ.'
આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પસંદ કરતા નહિ. પંજાબી સાધુઓને તો મહેસાણામાં ઉણોદરી વ્રત જેવું થઈ જતું. શ્રાવકોએ સાધુભક્તિ માટે યોગ્ય દૃષ્ટિ રાખવી ઘટે અને મહેસાણાના શ્રાવકોને માઠું ન લાગે એ રીતે યુક્તિપૂર્વક ક્રમે ક્રમે સમજાવવું જોઈએ એમ મૂળચંદજી મહારાજને લાગ્યું. એ માટે એમણે દેવવિજયજીને મહેસાણા ચાતુર્માસ માટે મોકલ્યા, કારણ કે દેવવિજયજીને આજીવન આયંબિલનું વ્રત હતું, એટલે તેઓ જ ત્યાં ટકી શકે. દેવવિજયજીએ મહેસાણા જઈ લુખ્ખો, નીરસ થોડો આહાર લઈ પોતાની આરાધના ચાલુ કરી. પરંતુ તેમણે વ્યાખ્યાનમાં “ભગવતીસૂત્ર'નો વિષય લીધો અને સુપાત્ર દાન, ગુરુભક્તિ, સાધુઓ માટેનાં શુદ્ધ આહારપાણી, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુભક્તિ વગેરે વિષયની અનેકાન્ત દૃષ્ટિએ લોકોને સમજણ આપી. આથી મહેસાણાના સંઘને દાનધર્મનું સાચું રહસ્ય સમજાયું. સાધુઓને રોટલા-રોટલીનો માત્ર લુખો ટુકડો વહોરાવવાની પ્રથામાં તેઓએ ફેરફાર કર્યો.
એક વખત મૂળચંદજી મહારાજ અમદાવાદમાં ઉજમફોઈના ઉપાશ્રયમાં નીચે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે ઉપાશ્રયમાં ઉપર બે નવદીક્ષિત યુવાન સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ. તેઓ એટલું મોટેથી બોલતા હતા કે વ્યાખ્યાનમાં પણ તેમનો અવાજ સંભળાવા લાગ્યો. થોડી વારે ઉપરની ગરબડ શાંત થઈ. વ્યાખ્યાન પૂરું થયું અને સૌ વીખરાયા. એ વખતે પ્રેમાભાઈ શેઠ અને બીજા કેટલાક આગેવાનો એ મૂળચંદજી મહારાજને એકાંત સાધીને કહ્યું, “ગુરુ-મહારાજ, આપના સાધુઓ આમ અંદરઅંદર લડે અને મોટેથી સામસામે બરાડા પાડે એ કેટલી શરમાવનારી વાત છે !”
મૂળચંદજી મહારાજે એ સાંભળી લીધું, પણ કંઈ ઉત્તર આપ્યો નહિ. થોડા દિવસ પછી પર્વનો એક દિવસ આવ્યો. વ્યાખ્યાનમાં ભાઈઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org