________________
૩૫૬
પ્રભાવક સ્થવિરો
વિચાર્યું. કોઈ પણ એક આગમસૂત્ર લઈ તેનો શબ્દેશબ્દ વાંચવામાં આવે, તેના ઉપરની પંચાંગી ટીકા વાંચવામાં આવે અને દરેક શબ્દ છૂટા પાડી તેના અર્થ વિચારવામાં આવે અને તેનાં રહસ્યો સમજાવવામાં આવે. આવી રીતે એક આગમસૂત્રની વાચના પુરી કરતાં ચારથી છ મહિના લાગે.
મહારાજશ્રી વિ. સં. ૧૯૭૦માં અને સં. ૧૯૭૧માં પાટણમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પાટણના જ્ઞાન ભંડારોમાં ઘણી હસ્તપ્રતો જોવાનો એમને અવસર સાંપડ્યો. એ વખતે એમણે આ આગમવાચનાના કાર્યક્રમની જાહેરાત કરી. એ માટે સારી સંખ્યામાં સાધુ-સાધ્વીઓ પાટણમાં આવી પહોંચ્યાં. પૂર્વેની પ્રાચીન સમયની આગમવાચનાની સ્મૃતિ તાજી કરાવે એવું વાતાવરણ ત્યારે સર્જાયું હતું.
પછી તો આગમવાચનાના કાર્યક્રમની વાતો એટલી બધી પ્રસરી ગઈ કે વિ. સં. ૧૯૭૨માં કપડવંજની બીજી વાચના વખતે અને અમદાવાદની ત્રીજી વાચના વખતે ઉત્તરોત્તર મુનિ મહારાજોની સંખ્યા વધતી ગઈ. અઢીસોથી વધુ સાધુ ભગવંતો અને સવાસોથી વધુ વિદુષી સાધ્વીઓ આવી વાચનામાં ઉપસ્થિત રહેવા લાગ્યાં હતાં. મહારાજશ્રીએ ત્યારપછી વિ. સં. ૧૯૭૩માં સુરતમાં ચોથી અને પાંચમી વાચના, છઠ્ઠી વાચના વિ. સં. ૧૯૭૬માં પાલિતાણામાં અને ૧૯૭૭માં સાતમી વાચના રતલામમાં આપી.
મહારાજશ્રીએ આપેલી આગમવાચનાઓ વિશે તેમના એક વિદ્વાન કવિભક્ત કરેલી કાવ્યરચનામાંથી નીચેની પંક્તિઓ જુઓ :
“આગમવાચના પ્રાચીન રીતિ, ચલવી અર્વાચીન કાળે રે; આગમ અર્થ અપૂર્ણ શ્રવણમાં, મુનિમંડળ નિત્ય મહાલે રે. અગમ અગોચર પદના અર્થ, સ્પષ્ટ પ્રગટ વિસ્તારી રે; અનુપમ રહસ્ય સિદ્ધાંત પ્રકાશી, શંકા સંશય ધ્વંસકારી રે. અલોકિક ગુણ બ્રહ્મચર્ય જસ, અદ્ભુત ઉદ્યમ કરણી રે; આનંદવાણી અમૃત ઝરણી, જ્ઞાને તેજસ્વી તરણી રે. આનંદરસના રસમિલણથી રતિપ્રીતિ ઘટઘટ જાગી રે; તજી પ્રમાદ પ્રમોદ ભજીને, રસિક શ્રત લય લાગી રે. પાટણ, કપડવંજ, રાજનગરે, સૂર્યપુરે દોય વારી રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org