SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ પ્રભાવક સ્થવિરો માર્ગશિરે મન્મથ જાગે, મોહનાં બાણ ઘણાં વાગે, દુઃખ મોહન મળતાં ભાંગે, રસીલા.” સ્થૂલિભદ્ર કોશાને યૌવનની ક્ષણભંગુરતા સમજાવતાં કાચના શીશાનું દૃષ્ટાન્ત આપતાં કહે છેઃ - યોવનીઆનો જે લટકો રે, તે તો ચાર દિવસનો ચટકો રે; પછે કાચની શીશો ભટક્યો રે, કાંઈ કામ ન આવે કટક્યો રે.' પંદરમી ઢાળમાં કામવશ કોશા અને વિરક્ત સ્તૂલિભદ્ર વચ્ચેનો સંવાદ સચોટ છે. કવિની નિરૂપણશક્તિનો એમાં સરસ પરિચય થાય છે. નીચેની થોડીક પંક્તિઓ જુઓઃ સ્થૂલિભદ્ર : “મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચડાયા રે, શીલ સાથે કીધી સગાઈ, તજી ભવમાયા રે.” કોશા : “વાલા એક દિવસ રીસાણી હતી તુમ સાથે રે; કિમ બોલાવી ચીર તાણી, તદા દોય હાથે રે.” સ્થૂલિભદ્ર : “તારા મોહજનક રસ બોલે જોગ ન છૂટે રે, મંજારી તલપ ભરોસે સેંકુ ન તૂટે રે.” કોશા : “નાગરની નિર્દય જાત, બોલે મીઠું રે, કાળજાના કપટની વાત, મેં પરતક્ષ દીઠું રે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy