________________
શ્રી મોહનલાલજી મહારાજ
નવરાત્રીના દિવસ આવ્યા. લોકો ઉત્સવ માણવા લાગ્યા. દશેરાને દિવસે દેવીની આગળ વધ કરવા માટેના પાડાને શણગારીને લોકો ગામમાં ફેરવવા લાગ્યા હતા. એ પાડો જ્યારે ઉપાશ્રય આગળથી પસાર થયો ત્યારે મહારાજશ્રીએ મંત્ર ભણીને એના મસ્તક ઉપર વાસક્ષેપ નાખ્યો. એ પછી થોડી જ વારમાં પાડો ભુરાંટો થયો અને તોફાને ચડ્યો. ચારે બાજુ પાડાએ એવી દોડાદોડ અને તોડફોડ કરી મૂકી કે લોકો ગભરાયા અને જીવ લઈને નાઠા. દેવી કોર્પ ભરાયાં છે એવી લોકોને બીક લાગી. કેટલાક હિન્દુઓ પણ મહારાજ સાહેબ પાસે આવ્યા અને પાડો શાંત થાય એ માટે વિનંતી કરી. મહારાજ સાહેબે એ લોકોને ઉપદેશ આપતાં કહ્યું, ‘જુઓ ભાઈઓ, માતાજી આવા મોટા બલિદાનથી પ્રસન્ન ન થાય. માતાજી તો આપણા હ્રદયની સાચી ભાવના અને ભક્તિથી પ્રસન્ન થાય. તમે સંકલ્પ કરો કે હવેથી ક્યારેય પાડાનો વધ નહિ કરીએ, તો
આ પાડો તરત શાંત થઈ જશે.' લોકોએ મહારાજશ્રી પાસે તે પ્રમાણે સંકલ્પ જાહેર કર્યો અને પાડો તરત શાંત થઈ ગયો. ગામના લોકોને મહારાજશ્રીની શક્તિનો પરિચય થયો હતો.
ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિહાર કરી એક વખત મહારાજશ્રી સુરતમાં પધાર્યા હતા. ત્યારે એમના વ્યાખ્યાનમાં પાસેના ગામમાંથી આવતા કોઈ એક ભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો હતો. તેમણે દીક્ષા લેવાની પોતાની ભાવના મહારાજશ્રી પાસે વ્યક્ત કરી હતી. ત્યાર પછી એક દિવસ એ ભાઈએ આવીને મહારાજશ્રી પાસે દીક્ષાનો દિવસ અને મુહૂર્ત પણ કાઢી આપવા માટે બહુ આગ્રહભરી વિનંતી કરી. મહરાજશ્રીએ એ ભાઈને વૈશાખ સુદી છઠ્ઠના દિવસનું મુહૂર્ત કાઢી આપ્યું. એ ભાઈના ગયા પછી મહારાજશ્રી એકદમ મૌન થઈ ગયા. વિચારે ચઢી ગયા. પાસે બેઠેલા પદ્મમુનિએ પૂછ્યું, ‘ગુરુમહારાજ ! આપ કંઈ ઊંડા વિચારમાં પડી ગયા લાગો છો.' મહારાજશ્રીએ કહ્યું, ‘હા, વાત સાચી છે. કર્મની ગતિ કેવી વિચિત્ર છે તેના વિચારે હું ચડી ગયો હતો. આ ભાઈને દીક્ષા લેવી છે. એમની ભાવના કેટલી વિશુદ્ધ અને ઉચ્ચ છે! પરંતુ એમના ભાગ્યમાં દીક્ષાનો યોગ નથી, કારણ કે એમનું આયુષ્ય હવે પૂર્ણ થવામાં છે.’
Jain Education International
૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org