SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૧૭ લોકોની આંખમાં આંસુ આવ્યાં. ગુજરાત તરફના વિહાર માટે મહારાજશ્રીએ માળવાનો રસ્તો ન લેતાં રાજસ્થાનનો રસ્તો લીધો. માળવાનો રસ્તો ટૂંકો હતો અને પોતે ગુજરાતમાંથી કાશી એ રસ્તે જ આવ્યા હતા, પરંતુ મહારાજશ્રીને રાજસ્થાનનાં તીર્થોની યાત્રા કરવાની ભાવના હતી. વળી એ તરફ જૈનોની વસ્તી પણ વધારે હતી. કાશીથી મહારાજશ્રી અયોધ્યા, લખનૌ અને કાનપુર થઈને આગ્રા પધાર્યા. ત્યાંથી મથુરા પધાર્યા. મથુરામાં જૈનોની ખાસ વસ્તી નહોતી. મહારાજશ્રીએ એક દિગંબર શ્રેષ્ઠીના ઘરે મુકામ કર્યો. મથુરાના મ્યુઝિયમના ડાયરેક્ટર રાયબહાદુર રાધાસ્વામી બહુ મોટા વિદ્વાન હતા. તેમણે કહ્યું કે મથુરામાં કંકાલી ટીલાના જે પ્રાચીન અવશેષો મળ્યા છે તેમાં સૌથી વધુ પ્રાચીન અવશેષો જેનોના છે, તે પછી બૌદ્ધોના છે અને તે પછી વૈષ્ણવોના છે. અહીં મથુરામાં આર્ય સ્કંદિલાચાર્યની નિશ્રામાં આગમવાચના થઈ હતી એ બતાવે છે કે બે હજાર વર્ષ પહેલાં મથુરા જૈનોનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. મથુરાથી મહારાજશ્રી વૃંદાવન પધાર્યા. ત્યાં મુખ્ય ગોસાંઈ મધુસૂદન ગોસ્વામીના પ્રમુખપદે મહારાજશ્રીનું વ્યાખ્યાન ગોઠવાયું હતું અને વૃંદાવનના બીજા ગોસ્વામીઓ તથા પંડિતો અને શાસ્ત્રીઓ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણવોની નગરીમાં એક જૈન આચાર્ય જૈન ધર્મ ઉપર વ્યાખ્યાન આપી જાય એ કેટલાક વૈષ્ણવોને ગમતી વાત નહોતી અને વ્યાખ્યાન બંધ રખાવવા કોશિશ થઈ હતી, પરંતુ મુખ્ય મુખ્ય તમામ વ્યક્તિઓ મહારાજશ્રીના નામથી સુપરિચિત હતી અને તેઓએ વ્યાખ્યાનના આયોજનને સફળ બનાવ્યું હતું. મહારાજશ્રીએ પણ પોતાના વ્યાખ્યાનમાં ભારતીય ધર્મોમાં કેટલી બધી ઉદારતા રહેલી છે તે દૃષ્ટાંતો સાથે દર્શાવી, ધર્મના ક્ષેત્રે પ્રેમ, ઉદારતા, સહિષ્ણુતા અને એકતાની કેટલી બધી આવશ્યકતા છે એના ઉપર ભાર મૂક્યો હતો. વૃંદાવનથી મહારાજશ્રી મથુરા થઈને ભરતપુર પધાર્યા. ત્યાં જૈન-જૈનેતર લોકો સમક્ષ વ્યાખ્યાનો આપી તેઓ જયપુર પધાર્યા. રસ્તાનાં ગામો નાનાં નાનાં હતાં અને ત્યાં જૈનોની વસ્તી નહોતી. ત્યાં તેમણે સદાચાર ઉપર વ્યાખ્યાનો આપ્યાં. જયપુરમાં કેટલાક દિવસ રોકાઈ તેઓ કિશનગઢ પધાર્યા. ત્યાં ઢંઢક મુનિઓની વિનંતીથી મહારાજશ્રીના શિષ્યોએ મૂર્તિપૂજા વિશે, બ્રાહ્મણ પંડિતોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy