________________
૪૬૮
પ્રભાવક સ્થવિરો
સાથે ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તો મહિનામાં બે-ત્રણ વાર જાત્રા માટે જવાનું થતું. પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઉજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઉજમશી માસ્તરને આ વ્યવસાય નિમિત્તે પોતાને પણ ધર્મનો રંગ એટલો બધો લાગ્યો હતો કે વખત જતાં તેમણે શિક્ષકનો વ્યવસાય છોડી દઈને પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ મુનિ ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરી તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રો તથા જીવવિચાર, નવતત્ત્વ ઇત્યાદિ સૂત્રો અને સ્તવનો તથા સઝાય કિંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો. તેમાં આ ઉજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. ઉજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત સમક્તિના સડસઠ બોલની સઝાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યો હતો.
- કિશોર ત્રિભુવન ધર્મ-અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો, અને સાધુભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા હતા. પરંતુ એનાં દાદીમા, એના કાકાઓ, એને દીક્ષા લેતાં અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું. પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયો નહોતો.
- ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે, “તારે દીક્ષા લેવી હોય તો લેજે, પરંતુ તારાં નવાં સિવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે.' જવાબમાં ત્રિભુવને કહેલું કે, “કાતર આપો તો હમણાં જ કપડાં ફાડી નાખું.”
- ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલે ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પેસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દીક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી. પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, આ છોકરો દીક્ષા લીધા વગર રહેશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org