________________
૪૨૮
પ્રભાવક સ્થવિરો
આવશે. ઠાકોરે જેનોને ધમકી આપતાં કહેવડાવ્યું, “હું ઇંગારશા પીરના સ્થાનકે મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને દાદા આદિશ્વર ઉપર તેનું લોહી છાંટીશ ત્યારે જ જંપીશ.”
આ વાતની જાણ થતાં પાલિતાણાના જૈન સંઘ તરફથી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાની એક ખાનગી સભા મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવી. આ આશાતના બંધ કરાવવા અંગે કેવાં કેવાં પગલાં લેવાં તેની ગંભીર વિચારણા તેમાં થઈ. ઠાકોર જો વધુ છંછેડાય તો પોતાના રાજ્યમાં જૈનોને ઘણો ત્રાસ આપી શકે એટલે એમાં કુનેહથી કામ લેવાની જરૂર હતી. સાધુ-સાધ્વીઓને તકલીફ ન પડે એટલા માટે મહારાજશ્રીએ તેઓ બધાને પાલિતાણા રાજ્યની હદ છોડીને ભાવનગર રાજ્યની હદમાં ચાલ્યા જવાનું કહ્યું. વળી આવા કામમાં શરીરે સશક્ત, હિંમતવાન, કાબેલ માણસની જરૂર પડે. એ માટે ભાઈચંદભાઈ નામના એક કાબેલ ભાઈ તૈયાર થયા. તેમણે રાજ્યના દસ્તરમાંથી પત્રવ્યવહારના દસ્તાવેજની નકલ મેળવી લીધી. તેમના ઉપર વહેમ આવતાં રાજ્યની પોલીસે તેમને પકડીને કેદમાં પૂર્યા, પરંતુ કોઈ પુરાવો ન મળતાં બીજે દિવસે છોડી દીધા. ભાઈચંદભાઈ એથી ડરે એવા નહોતા. તેમણે પાલિતાણાની આસપાસના ગામોના આયર લોકોને સમજાવ્યું કે મુસમલાન લોકો તમારા બકરાને ઉપાડી જઈને વધ કરાવશે તો વખત જતાં તમારાં ઘેટાં-બકરાં ઓછાં થઈ જશે અને તમારી આજીવિકા ભાંગી પડશે. આથી આયરો ચિંતાતુર બન્યા. ભાઈચંદભાઈ આયર આગેવાનોને મહારાજશ્રી પાસે લઈ આવ્યા અને આયરોએ મહારાજશ્રીને કહ્યું કે “અમે કોઈ પણ હિસાબે ડુંગર ઉપર પીરના સ્થાનકમાં ઓરડી કે છાપરું થવા નહિ દઈએ કે જેથી મુસલમાનો બકરાનો વધ કરે. આથી રાજ્ય તરફથી ઊંટ-પથ્થર–ચૂનો-રેતી વગેરે ડુંગર ઉપર ચઢાવવામાં આવતું તો આયર લોકો અડધી રાતે તે બધું ત્યાંથી ઉપાડીને એવી રીતે આઘે ફેંકી દેતા કે તેની કશી ભાળ લાગતી નહિ, કે કોઈ પકડાતા નહીં. આથી રાજ્યના નોકરો થાક્યા. ઠાકોર પણ ક્રોધે ભરાયા. પરંતુ કોને પકડવા તે સમજાતું નહોતું.
આ સમય દરમિયાન રાજકોટની કોર્ટનો ચુકાદો આવ્યો. એમાં પેઢીનો વિજય થયો. ઠાકોર હારી ગયા. બૂટ પહેરી સિગારેટ પીતાં પીતાં ડુંગર ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org