SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ J[૧૬]|| શ્રી વિજયનેમિસૂરિ મહારાજ | વિક્રમની વીસમી સદીમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોમાં “સૂરિચક્ર ચક્રવર્તી' તરીકે જેમને બિરદાવવામાં આવે છે એવા પ. પૂ. શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજસાહેબનું જીવનવૃત્તાન્ત અનેક ઘટનાઓથી સભર, રસપ્રદ અને પ્રેરક છે. પૃથ્વીને અજવાળવા માટે જાણે કોઈ જ્યોતિપુંજ અવતર્યો હોય એવું પવિત્ર એમનું જીવન છે. બાળ બ્રહ્મચારી એવા એ મહાત્માએ બ્રહ્મચર્યની સાધના મન, વચન અને કાયાથી એવી અખંડ અને અવિરત કરી હતી કે શ્યામલ ઘઉંવર્ણો એમનો દેહ ઓજસથી ઊભરાતો. એમની મુખકાન્તિ એવી આકર્ષક અને પ્રતાપી હતી કે એમને જોતાં જ માણસ પ્રભાવિત થઈ જાય. એમનાં નયનોમાંથી સતત કરુણા વહેતી, તેમ છતાં એ નયનોમાં વાત્સલ્યભર્યા વશીકરણની કોઈ ગજબની કુદરતી શક્તિ રહેલી હતી. એમનાં નયનોમાં જાણે એવો તેજપુંજ વરતાતો કે સામાન્ય માણસો એમની સાથે નજરથી નજર મેળવી વાત કરવા જતાં ક્ષોભ અનુભવતા. - પ. પૂ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજશ્રીના જીવનની એક જ ઘટના તાજુબ કરી દે એવી છે. એમના દેહનું અવતરણ અને વિસર્જન એક જ ભૂમિમાં, એક જ દિવસે (અને તે પણ કારતક સુદ એકમે એટલે કે પંચાંગના પહેલા પવિત્ર દિવસે), એક જ વારે અને એક જ ઘડીએ થયું હતું. વર્તમાન સમયમાં જેનોના ચારે ફિરકામાં કોઈ એક આચાર્ય મહાત્માના શિષ્ય, પ્રશિષ્ય અને પ્રપ્રશિષ્યનો સૌથી મોટો સમુદાય હોય તો તે વિજયનેમિસૂરિજીનો. પોતાના દાદાગુરુને જેમણે જોયા નથી એવા ત્રીજી-ચોથી પેઢીના કેટલાયે શિષ્યો “નેમિસૂરિદાદા' એટલો શબ્દ બોલતાં પણ હર્ષવિભોર બની જાય છે. એ ઉપરથી પણ એ સંતશિરોમણિના પવિત્ર જીવનની સુવાસ કેટલી સભર અને દૂરગામી હશે એની પ્રતીતિ થાય છે. “શાસનસમ્રાટ’ના બિરુદને માત્ર, સાર્થક કરનાર નહિ, બલકે વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy