SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૩૩ whom the Jain Community has lost an inspiring personality and India one of her meritorious sons.' શિવપુરીમાં જે સ્થળે મહારાજશ્રીના મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા એ જગ્યા ગ્વાલિયરના મહારાજાએ ત્યાં ભવ્ય સ્મારક કરવા માટે તથા ત્યાં એક વિદ્યાધામ કરવા માટે ભેટ તરીકે આપી. વળી એમણે સારો આર્થિક સહકાર આપી મહારાજશ્રી પ્રત્યેની પોતાની ભક્તિ પ્રગટ કરી. મહારાજશ્રી જેમ એક કુશળ વક્તા અને સમર્થ વ્યાખ્યાતા હતા, તેમ એક બહુશ્રુત લેખક પણ હતા. અલબત્ત એમણે વ્યાખ્યાનો આપવાનું કાર્ય જેટલું કર્યું તેના પ્રમાણમાં તેમનું લેખનકાર્ય નથી થયું, તો પણ જૈન સાહિત્યના ક્ષેત્રે તેમના લેખનકાર્યની અવશ્ય નોંધ લેવી પડે એવી છે. મહારાજશ્રીનું એક સૌથી મહત્ત્વનું કાર્ય તે હસ્તપ્રતોને આધારે સંશોધન-સંપાદન કરવાનું છે. એમણે હેમચંદ્રાચાર્ય કૃત “યોગશાસ્ત્રનું સંપાદનકાર્ય કર્યું તેમજ “ઔતિહાસિક રાસસંગ્રહ'-ભાગ ૧-૨નું સંપાદન કર્યું હતું. એ બંને ગ્રંથો સંશોધકો તથા વિદ્વાનોને માટે બહુ ઉપયોગી છે. યોગશાસ્ત્ર'ના સંપાદને તો યુરોપીય વિદ્વાનોનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું અને એના કેટલાક શબ્દોના અર્થની તથા પાઠાંતરોની પણ ઘણી ચર્ચા એ જમાનામાં થઈ હતી. મહારાજશ્રીએ જૈન શાસન' નામના સામયિકમાં દરેક અંકમાં “ધર્મદેશના” નામની લેખમાળા લખી હતી. એક દળદાર ગ્રંથરૂપે “ધર્મદેશના' નામથી તે પ્રસિદ્ધ થઈ હતી. મહારાજશ્રીની ચર્ચાવિચારણા માત્ર જેનો પૂરતી જ મર્યાદિત નહોતી રહેતી એટલે “ધર્મદેશના' ગ્રંથ અજેન વાચકોમાં પણ એટલો લોકપ્રિય થઈ ગયો હતો. એના લેખો ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે એ જમાનામાં પણ કેવા કેવા વિષયોની ચર્ચા વિચારણા થતી હતી. મહારાજશ્રીનું વક્તવ્ય વિશદ, તર્કયુક્ત, આધારસહિત, મહાપુરુષોનાં અવતરણો અને સુયોગ્ય દૃષ્ટાન્તકથાઓ સાથે એવી રોચક શૈલીમાં રજૂ થતું કે સામાન્ય વાચકોને તે તરત ગમી જતું. મહારાજશ્રીએ તદુપરાંત “અહિંસાદિગ્દર્શન', “જેનતત્ત્વદિગ્દર્શન', “જેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy