________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
હતા. સ્થાનિક મુસલમાનો તો મહારાજશ્રીને એક ઓલિયાબાબા તરીકે પૂજતા હતા. પરંતુ બહારગામથી આવેલ ગુંડા મુસલમાનો લૂંટફાટ કરતા હતા, આગ લાગડતા હતા અને કેટલાયનાં ખૂન કરતા હતા. એ વખતે એક મુસલમાને ઉપાશ્રય ઉપર એક પછી એક એમ ત્રણ બૉમ્બ નાખ્યા. મોટા ધડાકા થયા. એક બૉમ્બ તો શ્રી સમુદ્રવિજયજીની પાસે પડ્યો હતો. પરંતુ સદ્ભાગ્યે કોઈને કશી ઇજા થઈ નહિ. બીજે દિવસે એ યુવાન મુસલમાન પોતાની જ કોમના કોઈકની ગોળીથી વીંધાઈ ગયો હતો.
આવી રીતે ગભરાટમાં દિવસો વીતતા હતા. સલામત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉપાશ્રય છોડીને નીકળવામાં ઘણું જોખમ હતું. એવામાં પર્યુષણ પર્વ આવ્યાં. એની આરાધના કરવામાં શ્રાવકોને અસ્વસ્થ ચિત્તને લીધે અનુકૂળ લાગતું ન હતું. પરંતુ શ્રી વલ્લભસૂરિ મહારાજે તો કહ્યું કે સંકટ સમયે તો પર્વની આરાધના વધારે સારી રીતે કરવી જોઈએ. તેમણે પોતે શાંત અને સ્વસ્થ ચિત્તે પર્વની આરાધના કરી અને બધાંને સારી રીતે કરાવી. જાણે એ આરાધનાનો જ પ્રતાપ હોય તેમ પર્યુષણ પછી તરત અમૃતસરથી ત્રણ મોટરલોરીઓ આચાર્ય મહારાજને અને સાધુ-સાધ્વી સમુદાયને મોટરલોરીમાં બેસી જવા કહ્યું. પરંતુ આચાર્ય મહારાજે કહ્યું કે, “પહેલાં શ્રાવકો જાય અને છેલ્લે અમે સાધુ-સાધ્વીઓ જઇશું. અમારે ઘરસંસાર નથી. અમારી પાછળ કોઈ રડનાર નથી.” દરમિયાન અમૃતસરથી બીજી પંદર મોટરલોરીઓ આવી પહોંચી અને સંઘની સુરક્ષા માટે લશ્કરના કેટલાક સૈનિકો પણ સાથે આવ્યા. એટલે મહારાજશ્રી અને સંઘના સભ્યોએ ગુજરાનવાલા છોડવાની તૈયારી કરી. ઘરેણાં વગેરે કીમતી ચીજો સાથે લઈ લીધી. રસ્તામાં વચમાં દાદાગુરુ આત્મારામજી મહારાજના સમાધિ મંદિરનાં છેલ્લાં દર્શન ભીનાં નયને કર્યા. ગુંડાઓએ ત્યાં પણ ફોટાઓની તોડફોડ કરી નાખી હતી. સ્થાનિક મુસલમાન ભક્તોએ આજીજીપૂર્વક કહ્યું, “મહારાજ ! આપ અહીં રોકાઈ જાવ. આપને કંઈ પણ આંચ નહિ આવવા દઇએ.” પરંતુ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ હતી.
ગુજરાનવાલામાં પંદર જેટલી ટ્રક આવી છે એવી ખબર પડતાં લુંટવાનો આ મોટો અવસર મળ્યો છે એમ સમજીને બે હજાર જેટલા ગુંડાઓ ગામની બહાર નહેરની સામે સંતાઈ ગયા. એ સમાચાર આચાર્ય મહારાજને પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org