________________
પ્રભાવક સ્થવિરો
ગયા. એમણે રસ્તામાં ટ્રકો અટકાવી દીધી. સાથે આવેલા સૈનિકોના કંટને દૂરબીનથી જોયું તો એમ લાગ્યું કે આટલા બધા હથિયારધારી ગુંડાઓનો સામનો પોતાના થોડા સૈનિકો બરાબર કરી શકશે નહિ. એટલે આચાર્ય મહારાજે બધાને ટ્રકમાંથી નીચે ઊતરી જવા કહ્યું. કાઉસગ્ગ અને નવકાર મંત્રની ધૂન મચી. એટલામાં જાણે કોઈ દેવી સહાય આવી પહોંચી હોય તેમ એક લશ્કરી જીપ ત્યાંથી પસાર થઈ. એમાં એક શીખ બ્રિગેડિયર પોતાની પત્ની સાથે જઈ રહ્યા હતા. પત્નીએ જીપ ઊભી રખાવી. ઊતરીને એણે શ્રી વલ્લભસૂરિ મહારાજનાં દર્શન કર્યા અને પોતાના બ્રિગેડિયર પતિને આગ્રહ કર્યો કે, “બસ, હવે તો આપણે આ બધા લોકોને સહીસલામત પાર ઉતારીને પછી જ જવું જોઇએ.' બ્રિગેડિયરે તરત લશ્કરના બીજા સૈનિકોને બોલાવી લીધા. બધી ટ્રકોની આસપાસ સૈનિકો ગોઠવાઈ ગયા. તે જોઈ બે હજાર લૂંટારુઓએ નાસભાગ કરી મૂકી. બધી ટ્રકો સહીસલામત પાકિસ્તાનની સરહદ વટાવી અમૃતસર આવી પહોંચી, જાણે કે ગુરુમહારાજનું તપ ફળ્યું છે. બધાને પ્રત્યક્ષ અનુભવ થયો કે ગુરુમહારાજના પ્રતાપે કોઈક દેવી સહાય મળી છે.
ગુજરાનવાલાથી શ્રી વલ્લભસૂરિ મહારાજ અમૃતસર આવ્યા. ત્યારપછી પાકિસ્તાનથી પાછા ફરેલા નિરાધાર શ્રાવકોને આર્થિક રીતે પગભર કરવા માટે ઘણી મોટી ઝુંબેશ ઉપાડી હતી. પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લું શ્રાવક કુટુંબ ભારત પહોંચી જાય તે પછી પોતે પાકિસ્તાનમાંથી વિહાર કરશે એવો સંકલ્પ તેમણે કર્યો હતો. પરંતુ અમૃતસર આવ્યા પછી જ્યારે તેમને કોઈક સમાચાર આપતું કે અમુક કુટુંબ હજુ પાકિસ્તાનમાં રહી ગયું છે તો તે સાંભળીને એમની આંખમાંથી આંસુ સારતાં અને તે કુટુંબ સહીસલામત ભારતમાં આવી જાય તે માટે સંઘના આગેવાનોને કહીને ગોઠવણ કરાવતા. પાકિસ્તાનથી આવેલાં હજારો જૈન કુટુંબોને ઘરબાર અને વેપાર-ધંધામાં થાળે પાડવા માટે પણ શ્રી વલ્લભસૂરિ મહારાજે મુંબઈ, ગુજરાત, રાજસ્થાનમાં પોતાના ભક્ત શ્રીમંતોને અપીલ કરી હતી અને એનો ઘણો સારો પ્રતિસાદ એમને સાંપડ્યો હતો. પંજાબના જેનો ઉપર એમના ગુરુદેવ શ્રી વલ્લભસૂરિ મહારાજનું આ રીતે ઘણું મોટું ઋણ રહ્યું છે.
પાકિસ્તાનમાંથી ભારતમાં અમૃતસરમાં આવ્યા પછી મહારાજશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org