________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
બીકાનેર, સાદડી, પાલનપુર અને પાલિતાણા થઈ મુંબઈ પધાર્યા. તેઓ જ્યાં જતા ત્યાં અનેકવિધ યોજનાઓ થતી અને તેમની પ્રેરણાથી દરેક યોજના માટે સારો આર્થિક સહયોગ મળી રહેતો. મુંબઈમાં પણ તેમણે ધર્મશાળા, ભોજનશાળા વગેરે માટે યોજનાઓ કરાવી હતી. મુંબઈમાં તેઓ પંદરેક વર્ષ પછી પધાર્યા હોવાને કારણે ઠેર ઠેર તેમના પ્રવચનો અને વિવિધ કાર્યક્રમો યોજાયાં હતા. મુંબઇમાં બેએક ચાતુર્માસ પછી તેમની ભાવના શત્રુંજયની યાત્રા કરીને પંજાબ પાછા ફરવાની હતી, પરંતુ હવે એમની ઉમર ૮૪ વર્ષની થવા આવી હતી. પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફને કારણે તેમની તબિયત બગડવા લાગી હતી. મુંબઈના નામાંકિત ડોક્ટરોએ અને પંજાબથી આવેલા વૈદ્યોએ એમની તબિયત સારી થાય એ માટે વિવિધ ઉપચારો કર્યા, પરંતુ પહેલાં હતી તેવી તબિયત થઈ નહિ. બીજી બાજુ પંજાબના લોકો આતુરતાથી એમની રાહ જોતા હતા. એટલે મહારાજશ્રીએ પોતાના પટ્ટધર શ્રી વિજયસમુદ્રસૂરિને પંજાબ તરફ વિહાર કરવા માટે મોકલ્યા, પરંતુ તેઓ વિહાર કરીને ગુજરાતમાં આણંદ પાસે બોરસદ પહોંચ્યા ત્યાં તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા. મહારાજશ્રીએ કેટલોક સમય મહાવીર જૈન વિદ્યાલયમાં સ્થિરતા કરી હતી. પરંતુ ત્યારપછી નાદુરસ્ત તબિયતને કારણે તરત ઉપચાર થઇ શકે એ માટે ૧૨ મી ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ તેઓ શેઠ કાંતિલાલ ઇશ્વરલાલના મરીનડ્રાઈવ પર આવેલા નિવાસસ્થાને ગયા. હવે દિવસે દિવસે એમની તબિયત વધુ લથડતી જતી હતી. તેમ છતાં તેઓ રોજેરોજની ધર્મક્રિયાઓ અપ્રમત્તભાવથી કરતા. સં. ૨૦૧૦ના ભાદરવા વદિ ૧૦, તા. ૨૨-૯-૧૯૫૪ની રાત્રે તેમની અસ્વસ્થતા વધી ગઈ અને રાત્રે ૨ કલાક અને ૩૨ મિનિટે તેમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર વાયુવેગે મુંબઈમાં અને સમગ્ર ભારતમાં તાર-ટેલિફોન દ્વારા પ્રસરી ગયા. પંજાબથી અનેક ભક્તો મુંબઈ આવી પહોંચ્યા. તેમની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. હજારો જૈન-જૈનેતર માણસો તેમાં જોડાયા હતા. મુંબઈમાં ભાયખલાના મંદિરના ચોગાનમાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એ સ્થળે ત્યારપછી તેમનું સુંદર સ્મારક રચવામાં આવ્યું.
આમ, ૮૪ વર્ષના આયુષ્યકાળમાં અને તેમાં પણ સાડા છ દાયકાથી વધુ સમયના દીક્ષા પર્યાય દરમિયાન પૂ. શ્રી વલ્લભસૂરિ મહારાજે જે કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org