________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૬૬
પરંતુ તેઓ વધુ હોશિયાર થાય એ માટે અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, ઉર્દૂ વગેરે ભાષાઓ શીખવા માટે રવિસાગરજીએ જેને ગૃહસ્થોને ભલામણ કરીને પ્રબંધ કરાવી આપ્યો. વીજાપુરમાં તે સમયના નથુરામ મંચ્છાચંદ દોશી નામના ગૃહસ્થ તેમાં ઘણી આર્થિક મદદ કરી અને બધી સગવડ કરાવી આપવામાં અંગત રસ લીધો.
બહેચરદાસે વીજાપુરમાં જૈન વિદ્યાર્થીઓ માટે સાંજે ચાલતી પાઠશાળામાં જેના સૂત્રો ભણવાનું ચાલુ કર્યું. પાઠશાળાના બ્રાહ્મણ શિક્ષકનું નામ હતું રવિશંકર જાની. એમણે બહેચરદાસને સમજાવ્યું કે જૈન પાઠશાળામાં અભ્યાસ કરવાનું તો જ વધુ યોગ્ય ગણાય જો રાત્રિભોજનનો ત્યાગ થાય અને ડુંગળી, લસણ વગેરે ખાવાનું છોડી દેવામાં આવે. બહેચરદાસને પાઠશાળામાં અભ્યાસ કરવાની લગની લાગી હતી. એટલે એમણે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. આમ, બાલ્યાવસ્થાથી જ બહેચરદાસમાં જૈનત્વના સંસ્કાર પડવા લાગ્યા હતા.
વિદ્યાભ્યાસ કર્યા પછી ખેતીના વ્યવસાયમાં ન રહેતાં તેજસ્વી બહેચરદાસ, પાસે આવેલા ગામ આજોલની પાઠશાળામાં શિક્ષક બન્યા. ત્યાં તેમણે વિદ્યાર્થીઓને સૂત્રો શીખવ્યાં. પોતે શ્રીપાલ રાજાનો રાસ, ચંદ રાજાનો રાસ વગેરે રાસાઓ વાંચતા. એની અસર એમના જીવન ઉપર પણ પડતી. અહીં તેઓ ગોરજી ગણપતસાગરજી, “સન્મિત્ર'ના નામથી સુપ્રસિદ્ધ શ્રી કપૂરવિજયજી, આજોલના બ્રહ્મચર્યવ્રતધારી શ્રાવક વૈદ્ય પ્રેમચંદ વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યા. આજોલમાં તેઓ “માસ્તર'ના નામથી વધુ પ્રસિદ્ધ બન્યા. એમના પવિત્ર વ્યક્તિત્વના પ્રભાવથી આજોલના કેટલાંયે પટેલ કુટુંબોએ જૈન ધર્મ સ્વીકારી લીધો હતો. અહીં જ એમને વળગેલો ચોથિયો તાવ ઘણા ઉપચાર છતાં નહોતો મર્યો તે યતિ ગણપતસાગરજીએ આપેલા મંત્રના જાપથી મટી ગયો હતો અને તેથી મંત્રશક્તિમાં એમની શ્રદ્ધા દઢ થઈ હતી. આજોલમાં જ તેઓ ઠાકરડા-બહારવટિયાઓનો સામનો કરવા હાથમાં ડાંગ લઈ ગામના રજપૂતોની સાથે નીકળી પડ્યા હતા. એમની યુવાનીનું ક્ષાત્રતેજે ત્યારે ઝળકી ઊડ્યું હતું.
રવિસાગરજી મહારાજ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ગાઢ થતો ગયો. એ સંપર્કથી જૈન ધર્મના વધુ ઊંડા સંસ્કાર તેમનામાં આવતા ગયા. રાત્રિભોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org