________________
૩૦.
પ્રભાવક સ્થવિરો
તરફ ફરતા હતા ત્યાં જોયું તો થોડે દૂર કમલવિજયજી તથા જશવિજયજી મહારાજ લાકડાંની બે ભારીઓની વચ્ચે ફસાઇને પડેલા એક ગધેડાને કાઢવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ કાઢી શકતા નહોતા. એ વખતે આત્મારામજી મહારાજે પોતાના ચોલપટ્ટાને લંગોટની જેમ વાળી, પૂરી તાકાતથી લાકડાંની ભારી સાથે ગધેડાને ઊંચકીને એવો દૂર ફંગોળ્યો કે ગધેડાનો પગ છૂટો થઈ ગયો અને ઊભો થઇને તે ચાલવા લાગ્યો હતો.
આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહિ. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે, “હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.” મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું.
એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહાર સમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે માંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠિઓએ કહ્યું કે, “નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ. પરંતુ એમણે કહ્યું કે, “નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક, અમારે મન બધા સરખા છે; વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું. એટલે અમે તો વિહાર કરી દઈશું.” એમણે વિહાર કર્યો ત્યાં જ શેઠ પ્રેમાભાઈ આવી પહોંચ્યા. તેમણે મહારાજશ્રીનું માઠું ન લગાડ્યું. પરંતુ મોડા પડવા બદલ ક્ષમા માગી.
એવો જ એક પ્રસંગ વડોદરામાં બન્યો હતો. શ્રી આત્મારામજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org