________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
સાધુભગવંતોને સંઘ સમક્ષ પૂછવામાં આવ્યું અને એ બધામાંથી એક પણ સાધુભગવંતે એમ કહ્યું નહિ કે પોતે માતા-પિતાની રજા લઈને દીક્ષા લીધી છે. એ જાણી સંઘના આગેવાનોને પણ આશ્ચર્ય થયું. મૂળચંદજી મહારાજે પોતાના પંજાબી બુલંદ અવાજથી પછી સંઘને કહ્યું, “તમે બધા જોઈ શકો છો કે તમને જેમના તરફ અત્યંત પૂજ્યભાવ છે અને જેમના વડે શાસનની શોભા છે એવા આપણા આ બધા જ બિરાજમાન પૂજ્ય સાધુભગવંતોએ દરેક પોતાનાં માતાપિતાની રજા વગર દીક્ષા લીધી છે. તેઓએ ભલે એવી રીતે દીક્ષા લીધી હોય પરંતુ આજે તેઓ સંઘના પૂજ્ય બન્યા છે અને તેમને જોઈને તેમનાં માતા-પિતા પણ આજે તો બહુ રાજી થાય છે. દીક્ષા માટે રજા જરૂરી છે; પરંતુ આ વિષમ કાળમાં એવાં વિવેકી અને જ્ઞાની માતા-પિતા ક્યાં છે કે જે પોતાના પુત્રને દીક્ષા માટે સહર્ષ રજા આપે. આપણને સારા સારા સાધુઓ જોઇએ છે. શાસનના સૂત્રધારો જોઈએ છે, પરંતુ ચેલાઓ ઝાડ ઉપર કંઈ ઊગતા નથી, કે હલાવીને પાડી લેવાય. એ તો તમારામાંથી જ આવવાના છે, અને તમે જો એને આવવા નહિ દો તો પરિસ્થિતિ કેવી થશે તેનો વિચાર કરો. માટે રજા સિવાય દીક્ષા આપવી નહિ એવો ઠરાવ કરવા કરતાં જેને દીક્ષા લેવાની ભાવના હોય તેને માતાપિતા મારે નહિ, ત્રાસ ન આપે, સાધુ પાસે આવતાં ન અટકાવે એવો ઠરાવ કરવો જોઇએ.'
મૂળચંદજી મહારાજની આ વાણી સાંભળી સંઘ વિચારમાં પડી ગયો; સાચી પરિસ્થિતિ સમજી ગયો અને કંઈ પણ ઠરાવ કર્યા વિના વીખરાઈ ગયો.
ધ્રાંગધ્રામાં દેવશી અને ગુણશી બે ભાઇઓ હતા. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે આગમ-બત્રીસીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ધ્રાંગધ્રામાં વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો. મૂળચંદજી મહારાજે એ વાત જાણી ત્યારે તેમણે પોતાના શિષ્ય મહાન તપસ્વી, જ્ઞાની અને સારી તર્કશક્તિ ધરાવનાર મુનિ દાનવિજયજીને ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં જઈને પ્રેમ, શાંતિ, ધીરજ અને વાત્સલ્યભાવથી બંને ભાઈઓને શાસ્ત્રોના પાઠો બતાવી એવો સરસ પ્રતિબોધ કર્યો કે બંને તેમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. દાનવિજયજીએ તેઓ બંનેને મૂળચંદજી મહારાજ પાસે મોકલ્યા. મૂળચંદજી મહારાજે એ બંનેને દીક્ષા આપી અને દેવશી તે મુનિ દેવવિજય થયા અને ગુણશી તે મુનિ ગુણવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org