SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૧૫ છે. ધર્મપ્રચાર સાધુઓ વગર સરળતાથી થઈ શકે નહિ. આપણા શ્વેતામ્બર સંવેગી સાધુઓ ઘણી અલ્પ સંખ્યામાં છે. જો આપણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ વગેરે પ્રદેશમાં સારી રીતે ધર્મપ્રચાર કરવો હશે તો ઘણા સાધુઓની જરૂર પડશે. એટલે મારી તને ભલામણ છે કે જેનો ઉપદેશ બળવાન તેનો ધર્મ બળવાન એ ન્યાયે સારા ચારિત્રશીલ સાધુઓને તૈયાર કરવા જોઈએ. એ જો થાય તો આપોઆપ શ્રાવકોનો આચાર સુધરી જશે. અત્યારે ચારે બાજુ અંધારું છે. માટે યોગ્ય પાત્ર જોઈને એમને સંયમના માર્ગે વાળવા જોઇએ. એ કામ તું બહુ સારી રીતે કરી શકે એમ છે, કારણ કે તારી પાસે ધર્માનુરાગી યુવાન ભક્તો ઘણા આવે છે.” બુટેરાયજી મહારાજની આ વાત મૂળચંદજી મહારાજના મનમાં વસી ગઈ. એમણે નિશ્ચય કર્યો કે યોગ્ય પાત્રોને શોધીને દીક્ષા આપીને સંવેગી સાધુઓની સંખ્યા વધારવી જોઈશે. એ કામ એમણે હોંશભેર ઉપાડી લીધું. બુટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે છ ચાતુર્માસ કર્યા. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમનોનો પંચાંગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મીસૂરિ, વિનયવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. તર્ક અને ન્યાયમુક્ત એ ગ્રંથોના અભ્યાસથી એમની દૃષ્ટિ ખૂલી ગઈ. એમની શ્રદ્ધા અડગ થઈ ગઈ. એમણે પોતે જ પોતાના આત્મકથનમાં લખ્યું છેઃ 'उपाध्यायजी के ग्रंथो की रचना देखके मेरेको परम उपकारी उत्तम पुरुष दीसे हैं, तत्त्व तो केवलज्ञानी जाणे। मेरेको महाराजजी इस भव में मिले नथी। परभवका सबन्ध तो ज्ञानी मिलसे तब पुछपे।...... पिण मेरी सरधा तो श्री जशोविजयजी के साथ घणी मिले है ! પંજાબથી નીકળ્યાંને મહારાજશ્રીને ઘણાં વર્ષ થઈ ગયાં હતાં. રેલવે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy