________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
ક૨વા કે તેમનો ઉપદેશ સાંભળવા જતા. શ્રી વલ્લભસૂરિની તેજસ્વી પ્રતિભાનો પ્રભાવ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં લોકોમાં આ રાજકુટુંબોમાં ઘણો મોટો રહ્યો હતો. વડોદરા, ઉદયપુર, જેસલમે૨, રાધનપુર, ભાવનગર, બીકાનેર, કાશ્મીર, નાંદોદ, નાભા, લીંબડી, ખંભાત, માલેકોટલા, પાલનપુર, માંગરોળ વગેરે રાજ્યોના રાજાઓ કે નવાબો, રાણીઓ, દીવાનો અને એમનાં કુટુંબીજનો શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે આવતાં. એ દરેકના સંપર્કથી લોકકલ્યાણનું જે કંઈ કાર્ય થાય તે કરાવવા અને આવી વ્યક્તિઓના અંગત જીવનમાં ધર્મનો પ્રભાવ વધે તથા માંસ-મદિરા, શિકાર વગેરેનાં દૂષણો ઘટે તે માટે તેઓ ઉપદેશ આપતા. બીજી બાજુ એવી મોટી મોટી વ્યક્તિઓના સંપર્કથી પોતાનામાં સ્થૂળ કે સૂક્ષ્મ અહંકાર ન આવી જાય તે માટે તેઓ સદાય જાગ્રત રહેતા. તેઓ સામેથી અકારણ સંપર્ક ન સાધતા. એવી મોટી ઓળખાણો વિશે મનથી તેઓ હંમેશાં અલિપ્ત રહેતા.
શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે વિશિષ્ટ પ્રકારની સર્જક પ્રતિભા હતી. શબ્દો ઉપરનું તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. વળી તેઓ શાસ્ત્રજ્ઞાતા હતા. તેમની વ્યાખ્યાનશૈલી પણ રોચક હતી. તેઓ દરેક વિષયમાં ઊંડાણમાં જતા અને પૂરી છણાવટ કરતા. તેઓ બહુશ્રુત હતા. અન્ય ધર્મોનો તેમનો અભ્યાસ પણ ઘણો સારો હતો.
૫૧
શ્રી વલ્લભસૂરિ મહારાજ સર્જનના ક્ષેત્રે પ્રકૃતિએ કવિ હતા. કાવ્યરચના તેમને માટે સહજ હતી. તેમણે ભક્તિરસથી સભર એવી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી પંચપરમેષ્ઠી પૂજ, શ્રી આદિનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી સમ્યગ્દર્શન પૂજા, શ્રી શાંતિનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી પંચજ્ઞાન પૂજા, દ્વાદશ વ્રત પૂજા, શ્રી મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજા, શ્રી બ્રહ્મચર્ય વ્રત પૂજા, શ્રી ચૌદ રાજલોક પૂજા ઈત્યાદિ ઓગણીસ જેટલી મોટી પૂજાની ઢાળો લખી છે. એ ઉ૫૨થી પણ એમની ઉચ્ચ કવિત્વશક્તિની પ્રતીતિ થાય છે. એમણે લખેલી બ્રહ્મચર્ય વ્રતની પૂજા તો સુવિખ્યાત છે અને ઘણે સ્થળે ભણાવાય છે. એમણે પોતાના ગુરુ આત્મારામજી મહારાજનું જીવનચરિત્ર ‘નવયુગ નિર્માતા'ના નામથી લખ્યું છે. આ ઉપરાંત એમણે ‘શ્રી જૈન ભાનુ’, ‘વિશેષ નિર્ણાયક' વગેરે કેટલાંક પુસ્તકો સિદ્ધાંતચર્ચાના પ્રકારનાં લખ્યાં છે. એમણે
Jain Education International
For Private & Personal Use Only
7
www.jainelibrary.org