SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રભાવક સ્થવિરો પછી મહારાજશ્રીના એક ભક્ત થરાદ ગામના વતની શેઠ અંબાવીદાસ મોતીચંદ પારેખને સં. ૧૯૪૧માં સિદ્ધાચલની યાત્રાનો છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. તે માટે એમણે મહારાજશ્રીને વિનંતી કરી. વિનંતીનો સ્વીકાર કરી મહારાજશ્રી સંઘમાં જોડાયા અને સંઘ ગામાનુગામ મુકામ કરતો પાલિતાણા આવી પહોંચ્યો. ત્યાં ટળેટીમાં દર્શન કરી ગિરિરાજ ઉપર ચડવાનું ચાલુ કર્યું. ત્યારે કેટલાક બારોટોએ એમને અટકાવ્યા. તપાસ કરતાં કારણ જાણવા મળ્યું કે કોઈ યતિએ એવી ભંભેરણી કરી હતી કે જો સંઘ ગિરિરાજ ઉપર જશે તો કંઈક અઘટિત ઘટના બનશે. માટે સંઘને ઉપર જવા ન દેવો. આ પરિસ્થિતિમાં થરાદના ઉશ્કેરાયેલા યુવાનો બારોટો સાથે મારામારી ક૨વા તૈયા૨ થઈ ગયા. પરંતુ મહારાજશ્રીએ એમને અટકાવ્યા. બારોટોને સમજાવતાં કહ્યું, ‘જે યતિઓએ તમને કહ્યું હોય તેઓને અહીં બોલાવો. તેઓ પોતાની વાત અમને સમજાવે અને સિદ્ધ કરી આપે. ત્યાં સુધી અમે અહીં જ બેસીને ધર્મધ્યાન કરીશું. આટલો મોટો સંઘ આટલે દૂરથી આવ્યો છે તે તીર્થાધિરાજની જાત્રા કર્યા વગર જાય તે બરાબર નથી.’ બારોટો ગિરિરાજ ઉપર ગયા અને ત્રણેક કલાકમાં પાછા આવ્યા. એમની સાથે આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ પણ આવ્યા હતા. મુનીમે મહારાજશ્રીને વંદન કર્યાં અને કહ્યું કે સંઘ ઉપર જઈને જાત્રા કરી શકે છે. આ નિર્ણયથી સંઘમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો. મહારાજશ્રી સાથે તીર્થયાત્રા કરી સંઘ થરાદ પાછો ફર્યો. વિ. સં. ૧૯૫૧માં મહારાજશ્રી કુક્ષી નગરમાં બિરાજમાન હતા. એક દિવસ વહેલી સવારે પોતે ધ્યાનમાં હતા ત્યારે એમને આભાસ થયો કે પાસેની ગલીમાં એક બ્રાહ્મણના ઘરમાં આગ લાગી છે, અને શ્યામ ચહેરાવાળો એક છોકરો ગલીમાં ભાગાભાર કરે છે. ધ્યાનમાંથી જાગ્રત થતાં મહારાજશ્રીએ અંતરની સ્ફુરણથી કહ્યું, ‘મને એમ લાગે છે કે આવતા વૈશાખ વદ સાતમને દિવસે અહીં કુક્ષીમાં મોટી આગ લાગશે.’ મહારાજશ્રીએ કરેલી આગાહીની વાત લોકોમાં પ્રસરી ગઈ, પરંતુ હજુ ઘણા વખતની વાર હતી એટલે તે વાત ધીમે ધીમે ભુલાઈ પણ ગઈ. મહારાજશ્રી ત્યારપછી વિહાર કરતા કરતા રાજગઢ પધાર્યા. રાજગઢમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy